અખિલ ભારતીય સંત સમિતિ નર્મદાના સાધુ સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી લઈને ગુમ થયા
પૌરાણિક ધનેશ્વર મંદિરના વિવાદને લઈને કોઈ પગલા ન લેવાતા આત્મવિલોપનની ચીમકી
સંત ગુમ થતા ફરિયાદ થતાં પોલીસે હાલમાં તપાસ આદરી છે
રાજપીપલા, તા 7
નાંદોદ તાલુકાના માંગરોલ ગામના ધનેશ્વર મહાદેવ મંદિરના સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી લખી ક્યાંક ગુમ થઈ જતા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.છેલ્લા ઘણા સમયથી મંદિર અને આશ્રમની મિલકતોને લઇ સાધુઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને થોડા સમય પહેલાં ધનેશ્વર મહાદેવ મંદિર નજીક મારામારીની ઘટના બનતા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ત્યારે સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી લખી લાપત્તા થઈ જતા આખા મામલામાં નવો વળાંક આવ્યો છે.
સદાનંદ મહારાજ થોડા દિવસોથી પોતાના આશ્રમ પર નહી પણ ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામ ખાતે આવેલી પીન્ટુલાલા વિદ્યામંદિર સ્કુલમાં રહેતા હતા.તેઓ 5 માર્ચ 2025 ના દિવસે સવારના 6 વાગ્યાની આસપાસ પિન્ટુલાલા સ્કુલથી કોઈને પણ કંઈ કહ્યા વગર તેમની રૂમમાં એક કોરા કાગળ ઉપર લાલ બોલપેનથી આત્મવિલોપન કરવા અંગેની ચીઠ્ઠી લખી મુકી પોતે ક્યાંક જતા રહ્યા છે. ગોપાલપુરા રહેતા પીન્ટુલાલા વિદ્યા મંદિર સ્કૂલના સંચાલક યશપાલસિંહ ગોહિલે આ ગરુડેશ્વર પોલીસને જાણ કરતા પોલીસે સદાનંદ મહારાજને શોધવા ચક્રોગતિમાન કર્યા છે. જોકે એમણે સોસીયલ મીડિયામાં પોતાની વેદના ની પ્રતિક્રિયા સેન્ટ કરી છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા