લ્યો, કરોવાત! નર્મદા જિલ્લામાં હજી પણ બાળ મજૂરો મજૂરી કરી રહ્યા છે!

લ્યો, કરોવાત!
નર્મદા જિલ્લામાં હજી પણ બાળ મજૂરો મજૂરી કરી રહ્યા છે!

ડેડિયાપાડા ખાતેથી વધુ એક બાળમજુર ઝડપાયો

બાળમજુરી કરાવતી સંસ્થાઓમાં જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા રેડ પાડતા દોડધામ

ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા જોખમી વ્યવસાયમાં કામ કરતાં તરુણ શ્રમિકનેબાળમજૂરી કામમાંથી મુક્ત કરાયો

રાજપીપલા, તા 6

થોડા વખત પહેલા નર્મદા જિલ્લામાંથી ઓટોગેરેજમાં કામ કરતા બાળ મજુર ઝડપાયો હતો ત્યાંજ વધુ એક બાળ મજુર ડેડીયાપાડા ખાતેથી ઈંટોના ભઠ્ઠાઓમાં કામ કરતા બાળ મજુર ઝડપાયો છે

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલ ઈંટ ભઠ્ઠાઓ ખાતે ટાસ્કફોર્સ રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમ્યાન જોખમી વ્યવસાયમાં કામ કરતાં એક તરૂણ બાળ મજુરને મુક્ત કરવવામાં આવ્યો હતો

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ડેડિયાપાડાના એક ઈંટ ભઠ્ઠામાં રેડ કરતાં સંસ્થા-૧૧૧ બ્રિક્સ, બંગલા ફળીયુ, ડેડિયાપાડા ખાતે જોખમી વ્યવસાયમાં એક તરૂણ બાળ મજૂર પાસે કામ કરાવવામાં આવતું હતું. જેની જિલ્લા ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પુછપરછ કરતા તરૂણ શ્રમિક હોવાનું જણાઈ આવ્યું હતું. તે તરુણને બાળ મજુરી માંથી મુક્ત કરાવી કાર્યવાહી કરી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા ખાતે સોપવામાં આવેલ છે, તથા કામે રાખનાર સંસ્થા અને સંસ્થાના માલિક સામે શ્રમિકનું નિવેદનો લઈને નિયમોનુસાર કાયદેસરની પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવેલ છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા