રાજપીપલા મન્દિર સફાઈ અભિયાનના સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્યદર્શનાબેન દેશમુખ સહીત રામભક્તો મોટી સંખ્યામાં જોડાયા.
ઘરે ઘરે પહોચી અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત
રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા પ્રસંગે
નર્મદામાં ભારે ઉત્સાહ
રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ દ્વારા સંયુકત પ્રેસ કોંફરન્સ યોજાઈ
રાજપીપલા, તા17
રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા પ્રસંગે
નર્મદાજિલ્લામાં ભારે ઉત્સાહજોવા મળી રહ્યો છે
નર્મદામાં વિશ્વહિન્દુ પરિષદ અને હિન્દુ સમાજ દ્વારાં આ ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
જેમાં રાજપીપલામાં મન્દીરોની સફાઈ હાથ ધરાઈ રહી ચાર
જેમાં હરસિદ્ધિ મન્દિરમાં સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહીત રામભક્તો મોટી સંખ્યામાંસફાઈ અભિયાનમાં જોડાયા હતાં.
એ ઉપરાંત ઘરે ઘરે પહોચી અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાઈ રહ્યું છે.
રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ દ્વારા સંયુકત પ્રેસ કોંફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રેસ કોંફરન્સ માં હાલમાં ચાલી રહેલ અક્ષત કળશ યાત્રા વિશે માહિતી આપી હતી.જ્યારે 19 તારીખ ના રોજ રાજપીપલા શહેર માં મોટી માત્રામાં હિંદુઓ આ અક્ષત કળશ યાત્રામાં જોડાશે. રાજપીપલાના રાજરાજેશ્વર મહાદેવ મંદિરથી લાલ ટાવર રોડ,સ્ટેશન રોડ થઈ રાજપીપલા ટાઉન હોલ ખાતે પહોંચી નર્મદા જિલ્લાના કાર સેવકોનું સન્માન પણ કરવામાં આવશે.22 જાન્યુઆરી ના રોજ સમગ્ર નર્મદા જિલ્લામાં આવેલા મંદિરો અને ગામ માં પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ વર્ચ્યુઅલના માધ્યમ થી નિહાળીને સામુહિક આરતી પણ કરવામાં આવશે.
હાલ રાજપીપલાખાતે મન્દિર સફાઈ અભિયાન શરૂ કરાયું છે. જેમાં હરસિધ્ધિ માતા મંદિરે સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્યદર્શનાબેન દેશમુખ સહીત રામભક્તો મન્દિર સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાયાહતાં.
એ ઉપરાંત ઘરે ઘરે પહોચી અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગતકરાઈ રહ્યું છે.આમ રામલ્લાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટાણે રામભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે આજે રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હોય તો પ્રવિત્રતા જાળવવા માટે વિશ્વહિન્દુ પરિષદ અને જિલ્લા ભાજપા દ્વારા અપીલ કરાઈ છે
વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે કે 21 અને 22 જાન્યુઆરી ના રોજ સમગ્ર નર્મદા જિલ્લામાં આવેલ નોનવેજની દુકાનો સ્વયંભૂ બંધ રાખવામાં આવે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા