શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ દ્વારા એક જાણીતી હોસ્પિટલ ના સહયોગ થી તા દ્વિ દિવસીય વૃક્ષારોપણ તમજ મફત તબીબી તપાસનો કાર્યક્રમ

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ દ્વારા એક જાણીતી હોસ્પિટલ ના સહયોગ થી તા. ૧૦ અને ૧૧ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ દ્વિ દિવસીય વૃક્ષારોપણ તમજ મફત તબીબી તપાસનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
જે અંતર્ગત તા. ૧૦ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ કોલેજ કેમ્પસમાં કોલેજ સ્ટાફ, સંચાલક ગણ તેમજ ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ગુલમોહર, નીલગીરી, લીમડો, અરડૂસી, મેંહદી, બારમાસી, કરણ જેવા અનેક ઝાડ તેમજ છોડના ૫૦ થી વધુ રોપા રોપવામાં આવ્યા હતા. તા. ૧૧ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ એસ.જી હાઈવે સ્થિત કેમ્પસ માં ૧૫૦થી વધુ રોપા રોપવાનું આયોજન છે.
વિદ્યાર્થીના સામાન્ય વિકાસ તેમજ બીમારી ના વેહલા નિદાન માટે સમય સમય પર તબીબી તપાસ કરવી ખુબ મહત્વની છે. આ ઉપરાંત એક જાણીતી હોસ્પિટલ દ્વારા તબીબી આજ રોજ વિદ્યાર્થી તેમજ કોલેજ સ્ટાફ ની તબીબી તપાસ કરવામાં આવી હતી. જેમાં બ્લડ સુગર, બ્લડ પ્રેસર જેવા તપાસ કરવામાં આવ્યા હતા. આ તબીબી તપાસ તા. ૧૧ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ કોલેજ ખાતે ચાલુ રેહવાની છે.

સ્ટોરી. કેડીભટ્ટ 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply