સ્માર્ટફોનથી દૂર રહેવા પર મળશે 8 લાખ
અમેરિકન કંપની યોગર્ટે મહિનાઓ સુધી સ્માર્ટફોનનો ઉપયોગ ન કરવાની ચેલેન્જ આપી છે. 18 વર્ષની ઉંમરના લોકો તેના માટે પાત્ર છે. આ સ્પર્ધાનું આયોજન ડિજિટલ ડિટોક્સ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. પરંતુ સ્પર્ધકોએ એક નિબંધ લખવો પડશે અને તેમાં જણાવવું પડશે કે, તેમને ડિજિટલ ડિટોક્સ(ફોન, સોશિયલ મીડિયાથી દૂર રહેવા)ની જરૂરીયાત શા માટે છે?. આ ચેલેન્જમાં 10 વિજેતા પસંદગી કરી તેમને 8 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.