*કુમકુમ મંદિર ખાતે સૌપ્રથમ વખત ૩૦૧ કિલોનો આમળાનો મનોરથ ભગવાનને ધરાવવામાં આવ્યો.*

*કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ વખત ૩૦૧ કિલોનો આમળાનો મનોરથ ભગવાનને ધરાવામાં આવ્યો.*

સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ૩૦૧ કિલોનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ વખત આમળાનો મનોરથ ધરાવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી, શ્રી હરિવલ્લભદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ ભગવાનની આરતી ઊતારી હતી.

*આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ આમળાનાં ફાયદા જણાવતાં કહ્યું હતું કે*, ૧૦૦ ગ્રામ આમળામાં ૨૦ સંતરા જેટલું વિટામિન સી હોય છે. કિવી કરતા આમળા માં ૬ ગણું વિટામિન સી છે .

આપણને દિવસની વિટામિન સીની જરૂરિયાતના ૬૦૦ થી ૭૦૦ ટકા માત્ર એક આમળાનું સેવન પૂરું પાડે છે.

આમળામાં રહેલું વિટામિન એ અને વિટામિન સી ની માત્રા આંખો માટે ખૂબ સારી છે. આંખમાં બેક્ટેરિયાથી થતા રોગો જેવા કે આંખો આવવી સામે રક્ષણ આપે છે.

આમળામાં ભરપૂર રેસા હોય છે જે પાચનતંત્રના રોગો સામે અને કબજિયાતમાં ખૂબ ફાયદાકારક છે.

જેમને ખૂબ થાક લાગતો હોય, શરીરમાં તાકાત ઓછી હોય અથવા હિમોગ્લોબીન ઓછું હોય તેમણે આમળાનું સેવન કરવું જોઈએ. આમળામાં રહેલું વિટામિન સી ખોરાકમાંથી લોહતત્વને ખેંચવા મદદરૂપ થાય છે.

આ આમળાનાં મનોરથને સંપૂર્ણ શણગારવાની સેવા શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમના મહિલા મંડળે કરી હતી.

આ ઉત્સવનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો.૯૮૯૮૭૬૫૬૪૮
– વોટ્સએપ – ૬૩૫૨૪૬૬૨૪૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *