અંબાજી મંદિર બન્યું VVIP માટેનું ઘર – યાત્રાળુઓ બહાર, પ્રક્ષાલન વિધિ અંદર! 🛑

અંબાજી મંદિર બન્યું VVIP માટેનું ઘર – યાત્રાળુઓ બહાર, પ્રક્ષાલન વિધિ અંદર! 🛑

અંબાજી યાત્રાધામ ખાતે આજે પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી. પરંતુ આ વિધિમાં સામાન્ય યાત્રાળુઓ અને ગ્રામજનોને પ્રવેશ આપવામાં આવ્યો નહીં. માત્ર સરકારી અધિકારીઓ અને VVIP લોકોની ભીડ જોવા મળી.

👉 સવારે બે કલાક સુધી મીડિયા પ્રતિનિધિઓને પણ મંદિરમાં પ્રવેશથી રોકી દેવામાં આવ્યા હતા.
👉 જાહેર જનતા માટે મંદિરના દ્વાર બંધ રાખવામાં આવ્યા હતા, જ્યારે VVIP પરિવારોને અંબા માતાના ચોકમાં ખાસ સુવિધાઓ સાથે પ્રક્ષાલન કરાવવામાં આવ્યું.
👉 બે આગવા નેતાઓના પરિવારે પણ પ્રક્ષાલન વિધિમાં ભાગ લીધો.

🔴 મંદિરનું વાતાવરણ સામાન્ય ભક્તો માટે નહીં પરંતુ માત્ર અધિકારીઓ અને મહાનુભાવોની હાજરીથી ભરી ગયું હતું.
🔴 મંદિર ઇન્સ્પેક્ટર અલ્પેશ રાવલ પોતાની ખુરશી છોડી દ્વારપાલ તરીકે સેવા આપતા જોવા મળ્યા.
🔴 તેમની કામગીરીને લઈને ભક્તોમાં ચર્ચા ફેલાઈ છે કે “ઇન્સ્પેક્ટરનો દરજ્જો રાખીને દ્વારપાલ કેમ બનવું પડ્યું?”

📌 અંબાજી મંદિરની પવિત્ર વિધિમાં VVIP દબદબો સ્પષ્ટ જોવા મળ્યો છે. ભક્તોમાં આ અંગે ભારે નારાજગી વ્યાપી છે કે, “અંબાજી સૌની છે, તો પછી પ્રક્ષાલન વિધિમાંથી સામાન્ય જનતા કેમ દૂર રાખાઈ?”