અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે “નવરંગી નવરાત્રી 2025″નું પ્રિ- સેલિબ્રેશન યોજાયું જેમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઝૂમયા.

અમદાવાદ
સંજીવ રાજપૂત

કર્ણાવતી ક્લબ ખાતે “નવરંગી નવરાત્રી 2025”

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે “નવરંગી નવરાત્રી 2025″નું પ્રિ- સેલિબ્રેશન યોજાયું જેમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઝૂમયા.


અમદાવાદમાં નૃત્ય, સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક, “નવરંગી નવરાત્રી 2025”, આ વર્ષે કર્ણાવતી ક્લબ & રિસોર્ટ, મુલસાણા ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભવ્ય રીતે યોજાશે. આ નવરાત્રિમાં પરંપરા અને વૈભવનો અદ્ભુત સંગમ જોવા મળશે. આ ભવ્ય ગરબા આયોજનના અનુસંધાને કર્ણાવતી ક્લબ ખાતે પ્રિ- નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેતન પટેલ અને પ્રીત પટેલ, ગુજરાતી ઈવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા અને જીઈએમ ઇવેન્ટના ઉત્પલ પટેલ, પલક પટેલ અને રાગરંગ ઈવેન્ટ્સના નિમેશ પટેલ, કેવિન પટેલ દ્વારા આયોજિત કરાયા છે.

આ ગરબાની રાતોને ઉજ્જવળ બનાવવા માટે જાણીતા ગાયકો વ્યાસ બ્રધર્સ, નિશાંત ઉપાધ્યાય, પ્રહેર વોરા, ડિમ્પલ પંચોલી, અક્ષત પરીખ, પ્રિયંકા બારોટ, જોજો દવે, કૌશલ પિઠડીયા, આર્ચિત પાટડીયા પોતાના સુરીલા અવાજથી ખેલૈયોને મંત્રમુગ્ધ કરી દેશે. પ્રિ- સેલિબ્રેશન દરમ્યાન ખેલૈયાઓ ગરબે ઝૂમયા હતા.