ભાવનગર નિલમબાગ પેલેસમાં ‘વન ડે ધ ગરબા નાઇટ બિફોર નવરાત્રી’નું ભવ્ય આયોજન

આવ્યા માં ના નોરતા..

ગરવી ગુજરાત ની ઓળખ એટલે માં ના નોરતા..

ગુજરાત નું આસ્થા નું કેન્દ્ર માં ભગવતી ના નોરતા માં ધર્મ જાગરણ, પૂજા પાઠ નું મહત્વ છે એવુજ માં ભગવતી ના નોરતા માં ગુજરાત માં દાંડિયારાસ નું પણ એવું જ મહત્વ રહ્યું છે.

નવરાત્રી ને હવે દસેક દિવસ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રી પહેલા TGN ગ્રુપ દ્વારા વન ડે ધ ગરબા નાઇટબિફોર નવરાત્રી નું ભાવનગર ના શાહી નિલમબાગ પેલેસ માં યોજાયું હતું..

આ કાર્યક્રમમાં આદરણીય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા ના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી,શહેર પ્રમુખ કુમારભાઈ શાહ ભાવનગર ના નેક નામદાર યુવરાજ જયવિરસિંહઅને ભાવનગર ના રોયલ ફેમિલી,
રણધીરસિંહ ઝાલા હાજર રહ્યા હતા અને ખાસ મહેમાન તરીકેપાઘડી મેન તરીકે પ્રખ્યાત અનુજ મુદલિયાર પણ હાજર રહ્યા હતા.