જેલમાં કેદીનું મૌત, જેલ કર્મી સામે ફરિયાદ

સંજીવ રાજપૂત
અમદાવાદ

જેલમાં કેદીનું મૌત, જેલ કર્મી સામે ફરિયાદ

અમદાવાદની સાબરમતી જેલમાં કેદીનું મોત થતા જેલ કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

અમદાવાદની સાબરમતી જેલમાં સજા ભોગવતા કેદી અજય પરમારનું મોત થતાં જેલ કર્મચારી વિરુદ્ધ રાણીપ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. તારીખ 26 મે 2024ના રોજ તબિયત લથડતાં અજયને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર 26 ઈજાઓ અને મારના નિશાન જોવા મળ્યા, જે ના કારણે મોત થયા હોવાનો આરોપ છે. જેલના સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર સંબંધિત કર્મચારી ને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, અને હત્યા નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,

ઘરેલુ કોર્ટમાં અજયની પત્નીની ફરિયાદ પર કોર્ટે આદેશ કર્યો હોવા છતાં 1 લાખ 75 હજાર રૂપિયાનું ભરણપોષણ ન ચૂકવતાં 35 માસની સજા ફટકારવામાં આવી હતી. મૃતક અજય પરમારનો પીએમ રિપોર્ટ આવતા માર મારતા મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. જેને જોતા ફરજ પર હાજર જેલ કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અજય પરમારના મોત કેસમાં રાણીપ પોલીસે તપાસ શરૂ કરી છે.