૫૧૦૮ દીવડાની મહા આરતી તથા રાસ ગરબા મહોત્સવનું આયોજન

અમદાવાદ
સંજીવ રાજપૂત

૫૧૦૮ દીવડાની મહા આરતી તથા રાસ ગરબા મહોત્સવનું આયોજન

અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા માધવ ફાર્મ ખાતે ૫૧૦૮ દીવડાની મહા આરતી તથા રાસ ગરબા મહોત્સવ- ૨૦૨૫નું આયોજન કરાયું હતું.

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વસ્ત્રાલમાં આવેલા માધવ ફાર્મ ખાતે ગુજરાત પ્રદેશના ઈન્ચાર્જ તેમજ પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ૫૧૦૮ દીવડાની મહા આરતી તથા રાસ ગરબા મહોત્સવ- ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ અવસરે ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના ધારાસભ્યો કોર્પોરેટરો, ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી રજનીશ પટેલ, ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે આધશક્તિ મા જગતજનની આરાધના થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરીતાર્થ કરવા “હર ધર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અભિયાનને વેગ આપવા તથા કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણ માટે ૫૧૦૮ દિવડાઓની જ્યોત થકી દેશને સમૃધ્ધ બનાવવા માટેનો સદભાવે સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજિત ૧૪ થી ૧૫ હજાર લોકો સહભાગી થયા હતા.

આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ પ્રમુખ યતીનભાઈ કે. પ્રજાપતિ, મહામંત્રી ડો. જગદીશચંદ્ર જી. પ્રજાપતી, સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો કારોબારી સભ્યો, મહિલા સમિતિ, સલાહકારો ઉપસ્થિત રહ્યા હતા.