રાજપીપલા વિભાગ પેંશનર્સ મંડળ, રાજપીપલા દ્વારા નર્મદા રત્ન એવા સાહિત્યકાર અને વિજ્ઞાન લેખક દીપક જગતાપનું શાલ ઓઢાડી, સન્માનપત્ર એનાયત કરી જાહેર સન્માન કરાયું
નાયબ વન સંરક્ષક અભયકુમાર અને પ્રમુખ એન બી મહિડાના વરદ હસ્તે સન્માનિત કરાયા
રાજપીપલા, તા17
રાજપીપલા વિભાગ પેંશનર્સ મંડળ, રાજપીપલા દ્વારા રાજપીપલા ખાતે પેન્શનર ડે અને વાર્ષિક સ્નેહ મિલન પ્રસંગે ઘર દીવડા તરીકે રાજપીપલા ના જાણીતા એવા નર્મદા રત્ન એવા સાહિત્યકાર અને વિજ્ઞાન લેખક દીપક જગતાપનું શાલ ઓઢાડી, સન્માનપત્ર એનાયત કરી પુષ્પ ગુચ્છથી જાહેર સન્માન કરાયું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવો
નાયબ વન સંરક્ષક અભયકુમાર અને મંડળના પ્રમુખ એન.બી. મહિડા, ઉપપ્રમુખ માધોસિંહ પરમાર, ડૉ. ઉમાકાન્ત શેઠ, ની ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપક જગતાપને તેમની સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન અને સામાજિક ઉત્તમ કામગીરી ને બિરદાવી તેમનું બહુમાન કરાયું હતું.
આ પ્રસંગે નર્મદાના ખેલ રત્ન તરીકે ડૉ હિમાંશુ. જે. દવે ને જિમનાસ્ટીકમાં ph.D. ની ઉપાધિ મેળવી. રાષ્ટ્રીય કક્ષાએ 32 વખત અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ પણ ભાગ લઈ ગુજરાતને ગૌરવ અપાવનાર ડૉ હિમાંશુ. જે. દવેનું પણશાલ ઓઢાડી, સન્માનપત્ર એનાયત કરી પુષ્પ ગુચ્છથી જાહેર સન્માન કરાયું હતું.આ પ્રસંગે 85 વર્ષ અને 75 વર્ષ વટાવી ચૂકેલા સદસ્યો તેમજ લગ્ન જીવનના 50 વર્ષ પુરા કરનાર 5 જેટલાં દંપત્તિઓનું શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છથી સન્માન કરાયું હતું. એ ઉપરાંત પેંશનર્સ પરિવારના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સંતાનોને રોકડ પારિતોષિક એનાયત કરી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મંડળના દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. એ ઉપરાંત ગત સભાની કાર્યવાહી નોંધનું વાંચન, હિસાબોનું વાંચન કરાયું હતું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન નાયબ વન સંરક્ષક અભયકુમાર સીંગે પેન્શનર દિવસની શુભેચ્છા પાઠવી મંડળની સુંદર કામગીરીને બિરદાવી મંડળને અભિનંદન પાઠવ્યા હતા જયારે મંડળના પ્રમુખ નટવરસિંહ મહિડાએ પેન્શનર મંડળની પ્રવૃત્તિ વિશેનો પરિચય આપી પેન્શનરને મળનારા લાભો વિશેની માહિતી આપી હતી સન્માનિત દીપક જગતાપ તથા ડૉ હિમાંશું દવે પ્રતિભાવો આપી આભાર વ્યક્ત કર્યો હતો.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા