અધિવક્તા પરિષદ – નર્મદા જીલ્લા દ્વારા રાજપીપલા ખાતે ભારતીય સંવિધાન દિવસ નિમિત્તે
વૈચારિક ગોષ્ઠીનું આયોજન કરાયું
ભારતીય બંધારણનાં ૭૫ વર્ષ અને આપણી ભુમિકા’
વિષય ઉપર પ્રવચન.
રાજપીપલા, તા18
અધિવક્તા પરિષદ – નર્મદા જીલ્લા, રાજપીપલાનાં દ્વારા
ભારતીય સંવિધાન દિવસના ૭૫ વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે પટેલ છત્રાલય, રાજપીપલા
મુકામે વૈચારિક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમમાં વક્તા તરીકે
ગુજરાત પ્રાંત સહ બૌધ્ધિક શિક્ષણ પ્રમુખ (RSS) નિરવભાઇ પટેલ મુખ્ય વક્તા તરીકે પધારેલ. આ કાર્યક્રમની શરૂઆતમાં અધિવક્તા પરિષદનાં મંત્રીભાવેશકુમાર પી. પંચોલી (એડવોકેટ) એ મહાનુંભવોનું સ્વાગત કરેલ.મુખ્ય વક્તા નિરવભાઇ પટેલ તેમજ નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય
ડો.દર્શનાબેન દેશમુખ તેમજ નર્મદા જીલ્લા ડી.જી.પી. જે.જે.ગોહીલ તેમજ એ.જી.પી.
પી.એચ.પરમાર તથા એ.જી.પી અને નર્મદા જીલ્લા બાર એસોશીએશનના પ્રમુખ
કુ.વી.આઇ.ભટ્ટ તેમજ અધિવક્તા પરિષદનાં સભ્યો તેમજ આર.એસ.એસ.ની અલગ અલગ
શ્રેણીઓનાં પ્રમુખ તથા મંત્રીઓ તેમજ પ્રબુધ્ધ નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.ત્યારબાદ
મુખ્ય વક્તા નિરવભાઇ પટેલ દ્વારા “ભારતીય બંધારણનાં ૭૫ વર્ષ અને આપણી ભુમિકા’
વિષય ઉપર પ્રવચન આપ્યું હતું.તેમના વૈચારિક ઉદ્યોધનમાં બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની
ભુમિકા તેમજ બંધારણ સમિતીની ભુમિકા અને બંધારણથી તમામ નાગરિકોને લોકશાહીનાં સ્તંભ
સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ધર્મનિરપેક્ષતા અને બીનસાંપ્રદાયિકતા તેમજ બંધારણની
વિશેષતા અને મહત્વ વિશે ઓનલાઇન
પણ સમજ આપી હતી. ભારતનાં નાગરિકોએ બંધારણનો અમલ
કરનારા જો સારા હોય તો બંધારણનો અમલ સારી રીતે થઇ શકે તે વિશે અને તેમના અનુભવ
મુજબ તેમના વિચારોથી લોકોમાં જાગૃતતા લાવવા સરળ ભાષામાં પ્રવચન આપેલ. ત્યારબાદ
ત્યારબાદ એ.જી.પી.પી.એચ.પરમારે બંધારણ વિશે વિસ્તૃત
માહિતી માર્ગદર્શન આપ્યું હતું.અંતે
કલ્યાણમંત્રનું ઉચ્ચારણ કરી, સૌના કલ્યાણની અપેક્ષા સહ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા