કાર્યકર્તાઓ અંદર અંદર લડી ને પારિયા કાઢે, સામ સામે આ ભાજપ ના કાર્યકર્તાના સંસ્કાર નથી
-સાંસદ મનસુખ વસાવા
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે
નર્મદા જિલ્લા ભાજપ દ્વારા આંબેડકર સન્માનસભા કાર્યક્રમ માં સાંસદ બોલ્યા
રાજપીપલા તા. 20
એકતાનગર ખાતે યોજાયેલ
નર્મદા જિલ્લા ભાજપ દ્વારા આંબેડકર સન્માનસભા કાર્યક્રમ માંભરૂચના સાંસદ મનસુખ વસાવા
એ સંઘર્ષ કરવાનું કહ્યું પણ સંઘર્ષ એટલે અંદર અંદર કાર્યકર્તાઓ એ તલવાર કે પારિયા કાઢવાની વાત નહિ. હમણાં ચાલે છે ને કાર્યકર્તાઓ અંદર અંદર લડી ને પારિયા કાઢે સામ સામે આ ભાજપ ના કાર્યકર્તાના સંસ્કાર નથી એમ જણાવી સૌને ચોકાવી દીધા હતા. તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે.
અલગ ભીલ પ્રદેશની માંગણી કરનારા ચૈતર વસાવા એન્ડ પાર્ટી ધોળા દિવસે તારા દેખાડે છે. એમ કહી ચૈતર વસાવા સામે આકરા પ્રહારો કર્યા હતા.
સાંસદે વધુમાં કહ્યુંહતું કે ચૈતર વસાવા એક જ ધારાસભ્યછે અને સંસદમાં એમની પાર્ટી નો કોઈ સાંસદ પણ નથીતો પછી અલગ ભીલ પ્રદેશ ની માંગ કેવી રીતે કરી શકે?આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે ચૈતર વસાવા.
કોઈક વાર કહે કે કેવડિયા ને રાજધાની બનાવીશું કોઈ વાર કહે માનગઢ ને રાજધાની બનાવીશું નક્કી જ નથી કે શું કરવું ને અલગ ભીલ પ્રદેશ ની માંગ કરી રહયા છે
આદિવાસીઓમાં ભાગલા પાડવાના અને વિચારધારા થી અલગ પાડવાનો વિદેશી ષડયંત્રકારીઓ હાથો બની રહ્યા છે ચૈતર વસાવા.
વિદેશી ષડયંત્રકારીઓ જેમ મણિપુરમાં આદિવાસીઓ ને ઉશ્કેરવાનું કામ કર્યું છે તેવું ગુજરાતમાં પણ એવું કરવાનું કામ કરી રહ્યા છે પણ આપણે સફળ નહિ થવા દેવા જોઈએ.એમ જણાવી આક્રોશ ઠાલવી આપ ને આડે હાથે લીધા હતા.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા