નાગપુર મહારાષ્ટ્રના બ્રહ્મચારી મહારાજ રામદાસજીએ કરી અનોખી દંડવત પરિક્રમા
ઉત્તરવાહિની પરિક્રમામાં મહારાષ્ટ્રના ભક્તો પણ સાથે પરિક્રમામાં જોડાયા
હઠયોગી જ આ પરિક્રમા કરી શકે છે.- રામદાસજી મહારાજ
રાજપીપલા, તા 20
21 કિમિની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા બ્રહ્મચારી મહારાજ રામદાસજીએ દંડવત પરિક્રમા કરી છે .પોતે અખિલ ભારતીય નર્મદા પરિક્રમા સેવા સંઘના રાષ્ટ્રીય સંગઠન મંત્રીછે. તેમની સાથે મહારાષ્ટ્રીયન ભક્તો પણ પરિક્રમામાં જોડાયાહતા .
રામદાસજી મહારાજે19 તારીખના રોજ દંડવત યાત્રા આરંભ કરી હતી.રામપુરા માંગરોળથી નર્મદાપૂજન પરિક્રમા કરી સીતારામ આશ્રમ થી નીચે નર્મદા કિનારે બ્રિજ પાસે પહોંચી આગળ વધ્યા હતા.
આમતો સામાન્ય રીતે પરિક્રમા લોકો પગપાળા, નાવડી માર્ગે કે મોટરમ માર્ગે કરતા હોય છે.. કેટલાક સાધુ સંત મહાત્માઓ કે જેમણે બાધા, માનતા રાખી હોય એવા લોકો પણ દંડવત પરિક્રમા કરે છે. ૪૦ થી ૪૨ ડિગ્રી ધોમ ધખતા તાપમા દંડવત પરિક્રમા કરવી આમતો એક કઠિન તપશ્ચર્યા જ છે.પણ
રામદાસ મહારાજે આ કઠિન તપશ્ચર્યાકરી ભક્તોની સાથે દંડવત પરિક્રમા પુરી કરી હતી
દંડવત પરિક્રમા કોણ કરી શકે એની વિશેષ માહિતી આપતાં રામદાસજી મહારાજે જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં વેદ વ્યાસજીએ ત્રણ પ્રકારની પરિક્રમાનું વર્ણન કર્યું છે.જેમાં દંડવત પરિક્રમા આમાં નથી આવતી.એનું વર્ણન હઠયોગમાં આવે છે.અને આ દંડવત પરિક્રમા હઠયોગી જ કરી શકે છે.
ઘણા લોકો પોતાની બાધા માનતા પુરી કરવા માટે દંડવત પરિક્રમા કરતા હોય છે. સાચા મનથી કરેલી કોઇ પણ પરિક્રમાનું ફળ અવશ્ય મળે છે.
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા