27મીએ નર્મદાના 30 પર્યાવરણ પ્રેમીઓનું પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી સન્માનિત કરાશે

27મીએ નર્મદાના 30 પર્યાવરણ પ્રેમીઓનું પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી સન્માનિત કરાશે

વિજ્ઞાન લેખક દીપક જગતાપ, પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવનાર અનિલ મકવાણા, પ્લાસ્ટિકની થેલી સામે કાપડની થેલીનું વિતરણ કરનાર મહેન્દ્રભાઈ પ્રજાપતિ, એક લાખથી વધુ વૃક્ષો વાવી વન વગડો બનાવનાર ઉત્પલ પટવારી સહીત 30 જેટલાં શિક્ષકોનું પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી સન્માનિત કરાશે


રાજપીપલા :તા 20

પ્રવર્તમાન સમયમાં પર્યાવરણ
સંરક્ષણની તાતી જરૂરિયાત છે
ત્યારે પર્યાવરણ બચાવવા માટે
અને આવનારી પેઢીને ગ્લોબલ
વોર્મિંગની દુરોગામી અસરોથી
બચાવવા સમાજને સૌથી વધુ
ભરોસો હોય તો તે શિક્ષક
સમુદાય છે. ગુજરાતના
શિક્ષકોએ ‘હું છું પર્યાવરણ
સંરક્ષકની ‘ મુહિમ ચલાવી છે,

જેમાં પ્લાસ્ટિક મુક્ત શાળા અને
પર્યાવરણ સંદર્ભે નાનામાં નાની
કામગીરીને પણ બિરદાવવાનો
સંકલ્પ આજે વટ વૃક્ષ થયો છે.
ત્યારે આવા શિક્ષકો, પર્યાવરણ
પ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓને
સન્માનવાનો કાર્યક્રમ માધવ
ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ અને
બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ
મહેસાણાના સંયુક્ત ઉપક્રમે
આગામી 27 એપ્રિલના રોજ
ટાઉનહોલ, ગાંધીનગર મુકામે
યોજાશે. જેમાં અંદાજિત 2525
થી વધુ શિક્ષકો અને પર્યાવરણ
પ્રેમીઓને પર્યાવરણ સંરક્ષક
એવોર્ડ-25થીસન્માનિત ક૨વામાં આવશે. આ કાર્યક્રમમાં
નર્મદા જિલ્લાના 30 શિક્ષકો,વિજ્ઞાન પ્રેમીઓ
અને પર્યાવરણ સંરક્ષકોનું શિલ્ડ
અને પ્રમાણપત્ર આપી સન્માન
કરવામાં આવશે.

જેમાં વિજ્ઞાન લેખક અને પોતાના ટેરેસ પર ઓર્ગેનિક વેજિટેબલ ગાર્ડન બનાવી તાજી શાકભાજી ઉગાડતા અને પરિઆવરણ ઉપર વિજ્ઞાન પુસ્તક લખનાર વિજ્ઞાન દીપક જગતાપ, બોરીદ્રા ગામે પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવનાર મુખ્ય શિક્ષક અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલ મકવાણા, પ્લાસ્ટિકની થેલી સામે હજારો કાપડની થેલીનું વિના મુલ્યે વિતરણ કરી ઘરે ઘરે જઈ પરીઆવરણ જાગૃતિનો સંદેશો આપતાં મહેન્દ્રભાઈ પ્રજાપતિ, એક લાખથી વધુ વૃક્ષો વાવી વન વગડો બનાવનાર અને અસંખ્ય પક્ષીઓને આશ્રય સ્થાન આપનાર પ્રાથમિક શિક્ષક ઉત્પલ પટવારી સહીતપર્યાવરણ ની વિવિધ કામગીરી કરનાર30 જેટલાં શિક્ષકોનું પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી સન્માનિત કરાશે

રાજ્ય સંયોજકમિનેષ ભાઈ પ્રજાપતિ અને શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોષી ના
માર્ગદર્શન હેઠળ આ અભિયાન
અંતર્ગત નર્મદા જિલ્લાના 30
જેટલા પર્યાવરણ સંરક્ષણ ની
સેવાકીય પ્રવૃત્તિઓ કરનારને
પર્યાવરણ સંરક્ષક એવોર્ડ
એનાયત કરવામાં આવશે.
સમગ્રગુજરાતના શિક્ષકો
પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કટિબદ્ધ
બન્યા છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા