રાજપીપલામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું આગમન
ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા રાજપીપલાના શહેરીજનો સંકલ્પબદ્ધ થયા
રાજપીપલા, તા 24
નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતા તેમજ રાજપીપલા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર ટાઉન હોલ રાજપીપલાના પટાંગણમાં પધારેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું શહેરીજનોએ સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે શહેરીજનોને સંબોધતા ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રત્યેક નગરજનોએ જાગૃત થઈને સરકારની કલ્યાણકારી પોષણ, શિક્ષણ, આરોગ્યલક્ષી યોજનાઓ, પીએમ આવાસ યોજના, પીએમ વિશ્વકર્મા સહિતની યોજનાઓનો લાભ લઈને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગીતા જરૂરી છે.
આ પ્રસંગે સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતીસભર ટૂંકી ફિલ્મ નિહાળી હતી. સાથોસાથ વડાપ્રધાનના સંબોધનને નિહાળીને વિકસિત ભારતના નિર્માણ માટે સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ તકે રાજપીપલા શહેરના લાભાર્થીઓ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ યોજનાકીય લાભોથી થયેલા સકારાત્મક બદલાવ અંગેના અનુભવો સભામંડપમાં બેઠેલા શહેરીજનો સમક્ષ રજુ કર્યા હતા. આ તકે શહેરી યોજનાઓ અંગેના પેમફલેટ્સનું વિતરણ કરીને શહેરીજનોને માહિતગાર કરાયા હતાં.
જયારે લાભાર્થી સચીનભાઈ ધોબીએ ‘મેરી કહાની, મેરી જુબાની’ કાર્યક્રમ હેઠળ પીએમ આવાસ યોજનાનો લાભ મળ્યા બદલ સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છે કે, આજે હું ગર્વથી મારા પાકા મકાનમાં રહું છું. આરસીસી વાળા પાકા મકાનમાં આજે હું અને મારું પરિવાર સુરક્ષિત છે. પહેલા મારું છાપરાવાળું મકાન હતું. વરસાદની ઋતુમાં મારા પરિવારની સુરક્ષા અને ખોરાકની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી થતી હતી. ઘરમાં વરસાદનું પાણી આવી જતા ઘરની ચીજ-વસ્તુઓ બગડી જતી હતી. મચ્છરોના કારણે બિમાર થવાની સંભાવના રહેતી હતી. વરસાદની ઋતુમાં જ મને કરંટ પણ લાગ્યો હતો, અને હું મરતા મરતા બચ્યો હતો.પીએમ આવાસ યોજનાના લાભથી આજે મારા પાકુ મકાનનું સપનું સાકાર થયું છે. સરકારે મને જે રીતે આર્થિક ટેકો આપ્યો તે બદલ હું સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા