’24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક ક્ષેત્રોમાં 24 કલાક કમોસમી વરસાદ વરસી શકે છે. ખાસ કરીને કચ્છ, પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના કારણે ઠંડીનો પારો ગગડી શકે છે આગાહી મુજબ 48 કલાકમાં ઠંડીનું જોર ગુજરાતમાં વધી શકે છે.