સૌ કોઈ ઈચ્છે છે કે જ્યારે આખો દિવસ કામ કર્યા બાદ રાત્રે સૂવાની તક મળે તો ફટાફટ ઊંઘ આવી જાય અને પછી સવાર સુધી ઊંઘમાં કોઈ ખલેલ ન પહોંચે. મોટા ભાગના હેલ્થ એક્સપર્ટ એ વાતની સલાહ આપે છે કે એક હેલ્ધી પુખ્ય વયની વ્યક્તિએ દરરોજ 7થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ પરંતુ અમુક લોકોને સતત સૂવાનું નસીબ હોતુ નથી કેમ કે રાત્રે વારંવાર ઊંઘ તૂટી જતા અને પછી બીજી વખત ઊંઘ આવવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
રાત્રે વારંવાર ઊંઘ તૂટવી
આપણે ઘણી વખત આ વાત પર ધ્યાન નથી આપતા પરંતુ રાત્રે યોગ્યરીતે ઊંઘ ન આવવા પાછળ આપણી ફૂડ હેબિટસ પણ જવાબદાર છે.
1. રાત્રે કાર્બોહાઈડ્રેટ યુક્ત ભોજન ટાળવુ
રાત્રે સૂતા પહેલા તમારે તે વસ્તુઓનું સેવન ન કરવુ જેમાં કાર્બોહાઈડ્રેટનું ભરપૂર પ્રમાણ હોય જેમ કે ચોખા, વેફર, બટાકા, કેળા અને પાસ્તા જેવી વસ્તુઓ મુખ્ય છે. કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુઓ ઊંઘમાં ખલેલ પેદા કરે છે અને તમારે રાત્રે વારંવાર જાગવુ પડે છે.
2. રાત્રે ચા-કોફી ન પીવી
ભારતમાં ચા અને કોફી પીતા લોકો ખૂબ જ છે પરંતુ આ શોખ તમારી ઊંઘમાં ખલેલ પેદા કરી શકે છે કેમ કે આમાં કેફીનનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. ઘણી વખત આપણે ઊંઘ ન આવે તે માટે અને પોતાને ફ્રેશ રાખવા ચા-કોફી પીતા હોઈએ છીએ પરંતુ સૂવાના 2-3 કલાક પહેલા આવુ બિલકુલ ન કરો.
3. વધુ ચિંતા ન કરવી
આજકાલની લાઈફસ્ટાઈલમાં ટેન્શન હોવુ સામાન્ય વાત છે પરંતુ જો તમે આને જરૂરિયાત કરતા વધુ હાવી થવા દેશો તો તેની સીધી અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર પડશે જે સ્લીપ ડિસઓર્ડરનું એક મોટુ કારણ છે.
Suresh vadher