કલાકાર પોતાની અવ્યક્ત લાગણીઓ તથા આંતરિક ભાવોને કલાના વિવિધ માધ્યમો દ્વારા પોતાના કલા સર્જનમાં વ્યક્ત કરે છે તેમજ અલૌકિક આનંદની અનુભૂતિ કરાવે છે. કલાકારના હૃદયમાંથી નીકળતી સર્જકીય સંવેદના ઓ જ્યારે કલા કૃતિમાં ઉપસી આવે છે ત્યારે કલા રસિકોના મનને જીતી લે છે. તેમજ દર્શકોના હૃદયમાં વસી જાય છે.
https://youtu.be/QxY0RdhJOr8
ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે વાસ્તવિક કલા પર આધારિત સુંદર શો નું આયોજન થયું જેમાં દર્શના ઠાકોરે રિયાલીસ્તિક માં આર્તિસ્તિક પ્રાકૃતિક દૃશ્યો રજૂ કર્યા હતા જેમાં ગ્રામ્ય જીવન આધારિત નળિયા વાળા કાચા મકાનોની સુંદરતા દર્શાવી હતી સાથે ગ્રામ્ય વાતાવરણ, નદી, તળાવ, ખેતરો તથા નદી કિનારાની લીલોતરી વાતાવરણ ને સુંદર બનાવતી હતી.
ધરની શાહે વાસ્તવિક કળામાં ગ્રામ્ય નારી જીવન તથા ભારતીય સંસ્કૃતિ તેમજ હિન્દુ ધર્મના પ્રાચીન મંદિરોને પોતાની કલા દ્વારા આબેહૂબ કેનવાસ પર ઉપસાવતા હતા.
પલક ગઢીયા એ પોતાની કલા દ્વારા સ્થાપત્ય કલા ને ઉજાગર કરવાની ભાવના વ્યક્ત કરી છે. સાથે સાથે સ્ટીલ લાઇફ, એનિમલ, ફ્રૂટ ને પણ રિયાલીસ્તિકમાં ખૂબ જ સુંદરતા પૂર્વક રજૂ કર્યા છે. હેરિટેજ દરવાજા તથા બારીઓની કોતરણી ને કુશળતા પૂર્વક ઉપસાવી છે.
આ બહેનો એ બાબુભાઈ પટેલ પાસે કલા અભ્યાસ કરે છે. આ પ્રદર્શન 30 એપ્રિલ સુધી અમદાવાદની ગુફા ખાતે જોઈ શકાશે.