વિશ્વ ગ્રાફિક ડિઝાઇન દિવસે ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર ઋજુતા જગતાપ સાથે અંતરંગ મુલાકાત
3000થી વધુ ડિઝાઇન તૈયાર કરનાર ઋજૂતાએ ચાલુ વર્ષે આઇકોનિક ગોલ્ડ એવોર્ડ 2023 ઇવેન્ટની પુરી ડિઝાઇન તૈયાર કરી
વારાણસીમાં યોજાયેલ
સન બર્ન મ્યુઝિક ફેસ્ટિવલ ની ડિઝાઈન ખૂબ વખણાઈ
રાજપીપલા, તા26
આજે 27 એપ્રિલ વિશ્વ ગ્રાફિક ડિઝાઇન દિવસે
જાણીતી ગ્રાફિક ડિઝાઇનર ઋજૂતા જગતાપે ગ્રાફિક ડિઝાઇનર અને ક્રિએટીવ ફિલ્મમાં કામ કરતા સૌને શુભેચ્છા પાઠવી હતી.આજે ખાસ મુલાકાતમાં ગ્રાફિક ડિઝાઇનર ઋજૂતા જગતાપ ની ગ્રાફિક ક્ષેત્રની વાતો વિશે આજે જાણીએ
આજે 27 એપ્રિલ “વિશ્વ ગ્રાફિક ડિઝાઇન દિવસ” છે.ગ્રાફિક ડિઝાઇન એસોસિએશન્સ ઓફ ઇન્ટરનેશનલ કાઉન્સિલ 1963 માં આ દિવસે સ્થાપના કરવામાં આવી હતી.આ દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વભરના ગ્રાફિક્સ અને નવીન ડિઝાઇનિંગ સાથે પ્રગતિની ચર્ચા અને સેમિનારો યોજાય છે.
ગુજરાતની ગ્રાફિક ડિઝાઇનિંગ માં ઋજૂતા જગતાપનું નામ જાણીતું છે
તેના જણાવ્યા અનુસાર હું આ ફિલ્ડમાં સાત આઠ વર્ષથી કામ કરું છું.અત્યાર સુધીમાં 3000થી વધુ ડિઝાઇન તૈયાર કરી છે.આમ તો મેં ઘણી ઇવેન્ટ્સમાં કામ કર્યું છે. જેમકે વેડિંગ્સ માટે ડિઝાઇન કરું છું. પ્રોડક્ટ ડિઝાઇનિંગ,જવેલરી ડિઝાઇન, લોગો ડિઝાઈન, પોસ્ટર ડિઝાઇનો પણ બનાવી છે.
હમણાં હમણાં જ એક બોમ્બેમાંમોટી ઇવેન્ટ યોજાઈ ગઈ.જેનું નામ છે “આઇકોનિક ગોલ્ડ એવોર્ડ 2023.. આ ઇવેન્ટનું પૂરું ડિઝાઇનિંગનું કામમેં કર્યું છે. આ ઈવેન્ટમાં મોટી મોટી સેલિબ્રિટીઝ,બિગ સ્ટાર્સ, ટીવી એક્ટર્સ, આ લોકોને એમના સારા કામ માટે એવોર્ડ આપવામાં આવે છે.જેમકે અનુપમ ખેર,કરણ કુંદરા, વિનીત કપૂર,હિના ખાન,દિયા મિર્ઝા જેવા મોટા મોટા કલાકારો,સેલિબ્રિટીઝ આવ્યા હતાં.આ ઇવેન્ટની પણ સંપૂર્ણ ગ્રાફિક્સ ડિઝાઇન મેં બનાવી છે.
એ ઉપરાંત તમને કદાચ ખબર હશે કે “સન બર્ન”નામનો મ્યુઝિક ફેસ્ટિવલ વારાણસીમાં હમણાંજ યોજાઈ ગયો એનીપણ પુરી ડિઝાઇન મેં બનાવી છે.
ખુબજ ટૂંકા ગાળામાં દેશભરના મોટા ઇવેન્ટની ડિઝાઇનો તૈયાર કરવામાં સફળ રહેલી ગુજરાતની પ્રથમ સફળ ગ્રાફિક યુવા ડિઝાઇનર બની ગઈ છે. આ અગાઉ મુંબઈ ખાતે બે મોટા આઇકોનીક એવોર્ડ ઇવેન્ટ યોજાઈ ગયા જેમાં “આઇકોનિક ગોલ્ડ એવોર્ડ -2021-22″ના ઇવેન્ટ યોજાયા. આ સમગ્ર ઇવેન્ટનું ગ્રાફિક ડિઝાઇનિંગ પણ ઋજુતા જગતાપે કર્યું છે.
એ ઉપરાંત વારાણસી ખાતે યોજાયેલ એવોર્ડ ફંકશન “કાશી યોદ્ધા ગૌરવ સન્માન” ઇવેન્ટની ગ્રાફિક ડિઝાઇન ઉપરાંત “ઇન્ડિયાઝ ટોપ મોડેલ “ની ઇવેન્ટની ત્રણ સીઝન પૂર્ણ થઈ તે ઇવેન્ટની ડિઝાઇન પણ ઋજૂતા જગતાપે જ તૈયાર કરી છે.હવે વિવિધ કંપનીના ઓર્ગેનાઈઝર્સ પણ પોતાની ઇવેન્ટની ડિઝાઇન તૈયાર કરવા માટે ઋજુતાનો સંપર્ક કરી રહ્યા છે.,એ ઉપરાંત ઋજૂતા જગતાપનું નામ ઝી મ્યુઝિક કંપનીદ્વાર
યૂટ્યૂબ પર મુકાઈ ચૂક્યું છે
રૂજૂતાએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રાફિક ડિઝાઇનર એક મોડર્ન આર્ટિસ્ટ છે જેણે પોતાની કલા અને ટેક્નિક્સથી કલરફૂલ દુનિયાને અદ્ભૂત બનાવવામાં સફળતા મેળવી શકે છે છે.
આજે ગ્રાફિક ડિઝાઇનરો દરેક દરેક ક્ષેત્રમાં કામ કરતા જોવા મળે છે.ટીવીની જાહેરાતો હોય, જવેલરીબજારમાં જેવલરીની ડિઝાઇન હોય કે ફિલ્મી પોસ્ટર હોય કે વિવિધ કંપનીઓના ઇવેન્ટની ડિઝાઇન હોય કે કે મ્યુઝિક આલ્બમની ડિઝાઇન હોય. કે મોટામોટા કંપનીની જાહેરાતના હોર્ડિંગ્સ હોય કે લોગો બનાવવાના હોય, પોલિટિકલ જાહેરાતો બનાવવાની હોય આ બધી જ ડિઝાઇન બનાવવા પાછળ ગ્રાફિક ડિઝાઇનર ની કલા જ કામ કરતી હોય છે ખાસ કરીને OTT પ્લેટફોર્મ પર મનોરંજન, જાહેરાત, સમાચાર આવે છે એમાં ગ્રાફિક ડિઝાઇનરની ડિઝાઇન કામ કરે છે
તસવીર અને અહેવાલ : દીપક જગતાપ, રાજપીપલા