*ઓડિશા ટ્રેન અકસ્માત: બચાવ કાર્ય પૂર્ણ થયું, 300 લોકોના મોત, 900થી વધુ ઘાયલ* *રમેશ ગોસ્વામી “સારથિ”*

ઓડિશા માં બાલાસોર પાસે ભીષણ ટ્રેન અકસ્માત માં 300 લોકો નાં કમકમાટી ભર્યા મોત થયાં હતાં અને 900 થી વધુ ને ઓછા વધુ પ્રમાણ માં ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત થી ભારત સહિત વિશ્વ ભર નાં નેતાઓ એ શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘટના સ્થળે દોડી આવ્યા હતા તથા તમામ રીતે સરકાર મદદ કરશે એવું વચન આપ્યું હતું. અને દિલાસો આપ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારને રૂ.10 લાખ, ગંભીર ઇજાગ્રસ્તોને રૂ. 2 લાખ અને સામાન્ય ઘાયલોને રૂ.50 હજારનું વળતર જાહેર કરવામાં આવ્યું હતું.
ઓડિશાના બાલાસોર જિલ્લામાં આવેલા બહનાલા રેલવે સ્ટેશન નજીક કોરોમંડલ ટ્રેન, બેંગ્લુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 300 લોકોના મોત થયા છે, જ્યારે 900 લોકો ઘાયલ થયા છે. ઓડિશાના બાલાસોર જિલ્લાના બહનાલા રેલવે સ્ટેશન નજીકથી નીકળેલી બેંગ્લુરુ-હાવડા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરીને કોરોમંડલ ટ્રેન સાથે અથડાઈ. બરાબર એ જ વખતે બાજુના ટ્રેક પરથી પસાર થઈ રહેલી માલગાડી સાથે કોરોમંડલ એક્સપ્રેસ ટકરાઈ હતી. કોરોમંડલ ટ્રેન પશ્વિમ બંગાળના શાલીમારથી ચેન્નાઈ જતી હતી અને બેંગ્લુરુ-હાવડા એક્સપ્રેસ હાવડા તરફ જતી હતી. કોરોમંડલના 7 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું કે લોકોને લઈ જવા માટે લગભગ 100 થી વધુ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. પરંતુ ઘાયલોની સંખ્યા ઘણી વધારે છે. એટલા માટે ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે મોટી સંખ્યામાં બસો ઉભી કરવામાં આવી હતી.
આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મૂર્મુ એ ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
જાહેર કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર
Odisha government helpline number: 06782-262286
Howrah helpline number: 033-26382217
Kharagpur helpline number: 897207395, 9332392339
Balasore helpline number: 8249591559, 7978418322
Shalimar helpline number: 9903370746
Bhadrak: 8455889900
Jajpur Kenojhar road: 8455889906
Cuttack: 8455889917
Bhubhaneshwar: 8455889922
Khurda Road: 6370108046
Brahmapur: 89173887241
Balugaon: 9937732169
Palasa: 8978881006
Howrah: 033-26382217
Kharagpur: 8972073925, 9332392339
Balasore: 8249591559, 7978418322
Shalimar: 9903370746

” નમો ન્યુઝ ” તથા ” તેજ ગુજરાતી ” પરિવાર દ્વારા મૃતકો નાં આત્મા ને શાંતિ મળે એવી પ્રાર્થના.

2 thoughts on “*ઓડિશા ટ્રેન અકસ્માત: બચાવ કાર્ય પૂર્ણ થયું, 300 લોકોના મોત, 900થી વધુ ઘાયલ* *રમેશ ગોસ્વામી “સારથિ”*

  1. 有道词典是由网易有道出品的全球首款基于搜索引擎技术的全能免费语言翻译软件。简介. 支持中文、英语、日语、韩语、法语、德语、俄语、西班牙语、葡萄牙语、藏语、西语等109种语言翻译。拍照翻译、语音翻译、对话翻译、在线翻译、离线翻译更顺畅。更多的翻译 https://www.youdaoo.com

  2. https://www.wpsue.com WPS Office: 一站式办公服务平台: 新升级,无广告,AI办公更高效. 立即下载. 登录使用. WPS 365: 面向组织和企业的WPS 365: 一站式AI办公,生产力即刻起飞. 了解更多. 咨询,记忆体占用低,体积轻运行快. 将文字、表格、演示、PDF等融合为一个组件。

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *