*મંથન**હિંદવા શાલિગ્રામ:**છત્રપતી શિવાજી મહારાજ. – રમેશ ગોસ્વામી “સારથિ”*

ધણણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદરું નાવે…!
ભારત પર મુગલ આક્રાંતાઓ નો દબદબો વધી રહ્યો હતો ત્યારે એક મરાઠા, લાખ મરાઠા ની ડણક અને હર હર મહાદેવ, જય ભવાની, જગદંબ… ના નાદ સાથે મેદાને પડેલા શિવાજી ની જન્મ જયંતિ હજી હમણાં જ ગઈ.મરાઠા રાજ્યના સ્થાપક અને હિન્દની પ્રજાને સંગઠીત કરનાર રાષ્ટ્રભક્ત છત્રપતિ શિવાજી મહારાજ (1630-1680) ને ઇતિહાસ નાં અવિસ્મરણીય શ્રદ્ધા ભર્યું સ્થાન મળ્યું છે.ઇ.સ. ૧૬૭૪ દરમિયાન ભારતમાં મુઘલ સામ્રાજ્ય ચરમ સીમાએ હતું. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી ગેરિલા ,છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. પુણેથી ૬૦ કિ.મી. અને મુંબઇથી ૧૦૦ કિ.મી. દુર શિવનેરી કિલ્લામાં તેમનો જન્મ થયો હતો. શિવાજી નામ શિવજી ઉપર થી પાડયું. ઉપરાંત સ્થાનિક શિવાઇ માતાજીની જીજાબાઇએ પુત્ર માટે માનતા રાખી હોવાથી તેમના પુત્રનુ નામ ‘શિવા’ રાખ્યુ હતું. શિવાજીના પૂર્વજો મરાઠા જાતિના ભોંસલે વંશના હતા અને પુણે જિલ્લાના હિંગાણી, બેરાડી અને દેવલગાંવ ગામોના મુખીયા હતા. તેઓ પાટીલ કે દેશમુખ તરીકે પણ ઓળખાતા. આજે પણ ભોંસલે, પાટીલ સહિત નાં મરાઠાઓ મુંબઈ માં મોટી સંખ્યામાં રહે છે.મુઘલો અને નિઝામશાહી વચ્ચેની લડાઇમાં સૂબેદાર રહીને ભોંસલે પરિવાર પૈસાદાર, શક્તિશાળી અને વગદાર પણ બન્યો હતો. શહાજીએ નાના શિવાજીને તેની માતા જીજાબાઇ પાસે પૂણેની વિરાસત સાચવવા રાખ્યા હતા. શિવાજી પોતાની માં જીજાબાઈ પ્રત્યે બેહદ સમર્પિત હતાં. માતા એ ધર્મ નું જ્ઞાન આપ્યું.એક શક્તિશાળી યોદ્ધા બનાવ્યા.ધાર્મિક વાતાવરણે શિવાજી પર ઊંડી અસર પાડી હતી, જેના કારણે મહાન હિન્દૂ ગ્રંથો રામાયણ અને મહાભારતની વાતો તેમણે તેમની માતા પાસેથી સાંભળી હતી. ધર્મ,આધ્યાત્મ નાં વાતાવરણ માં ઉછેર થયો.
મંત્રીઓની નાની મંડળી શિવાજીને સંચાલનમાં મદદ કરવા રોકી, જેથી બાળ શિવા માં આગેવાની ના ગુણ ખીલ્યા.આ મંડળીમાં પેશ્વા તરીકે શામરાવ નીલકંઠ, મુઝુમદાર તરીકે બાલક્રિશ્ન પંત, સબનીસ તરીકે રઘુનાથ બલ્લાલ અને દાબીર તરીકે સોનોપંત. અન્ય પણ અનેક મહાન યોધ્ધાઓ હતા.લશ્કરી યોદ્ધા કન્હોજી પંત અને બાજી પસાલકરને શિવાજીની તાલીમ માટે રોકેલા. દાદાજી કોંડાદેવ બધીજ તાલીમની દેખરેખ રાખતા. શિવાજીને ૧૨ વર્ષની ઉંમરે બેંગ્લોરમાં લઇ જવામાં આવ્યા, જ્યાં તેમના જયેષ્ઠ ભાઇ સાંભાજી અને તેમના સાવકા ભાઇ એકોજી પહેલેથીજ ઔપચારિક તાલીમ પામ્યા હતા. ૧૬૪૦માં માં શિવાજી મહારાજ નિમ્બાલ્કર પરિવારના સહબાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયાં. શિવાજીએ રોહીડેશ્વરના મંદિરમાં ૧૬૪૪માં સ્વરાજ્યની પ્રતિજ્ઞા લીધેલી અને ૧૬૪૫ માં કિશોર શિવાજીએ સૌ પ્રથમ વખત હિન્દૂ સ્વરાજની અવધારણા દાદાજી નરસ પ્રભુ સમક્ષ પ્રગટ કરી.હિંદવી સ્વરાજ ની કલ્પના સૌ પ્રથમ શિવાજી એ કરી હતી.એ પહેલાં કોઈ ને જરૂરી નહોતી લાગી.એનાં અનેકો કારણ છે.પોરસ, વિક્રમ, મૌર્ય ઇત્યાદિ વંશ સુધી ઇસ્લામિક આક્રમણ હતું નહીં.ધર્મ નાં આધારે સતા કેન્દ્ર સ્થાને હોવી જોઈએ એ પહેલી વખત જરૂર પડી.૧૬૪૫ માં, ૧૫ વર્ષની ઉંમરે શિવાજીએ આદિલશાહ લશ્કર પર હુમલો કર્યો અને તે પણ આક્રમણની કોઈપણ સુચના આપ્યાં વગર અને તોરણા કિલ્લા પર પોતાની વિજયપતાકા લહેરાવી હતી. ફિરંગોજી નરસાએ શિવાજીની સ્વામીભક્તિ સ્વીકારી લીધી અને શિવાજીએ કોન્ડાના કિલ્લાને પણ કબજે કર્યો. આવી પરિસ્થિતિમાં શહાજીએ પુનામાં લાલ મહેલ બંધાવી આપ્યો હતો. રાજચિહ્ન પણ બનાવીને શિવાજીને આપવામાં આવ્યું હતુ; જેમાં સંસ્કૃતમાં લખ્યુ હતુ કે “આ શહાજીના પુત્ર શિવાજીનું રાજચિહ્ન છે. તે લોકકલ્યાણ માટે છે. તે બીજના ચંદ્રની માફક વધશે.” આવી રીતે શિવાજીની કારકિર્દીની શરૂઆત થઇ. શહાજીના મૃત્યુ પછી શિવાજીએ રાજાનું બિરુદ વાપરવાનું ચાલુ કર્યુ. શિવાજીએ મુઘલ પ્રદેશો જીતવાનો પ્રયાસ કરતા ઔરંગઝેબે શિવાજીને કડક શિક્ષા કરવા શાઈસ્ત ખાનને વિશાળ સૈન્ય સાથે મોકલ્યો. શાઈસ્ત ખાને અહેમદનગરથી વિજયકૂચ કરી પૂનાનો કિલ્લો જીતી લીધો. પૂનામાં તેના રોકાણ સમય દરમિયાન શિવાજીએ લશ્કર સાથે હુમલો કરતા શાઈસ્ત ખાન બચીને દિલ્હી ભાગી ગયો. તેના પુત્રને લશ્કરે મારી નાંખ્યો.
*સિંહગઢની લડાઇ*
આ લડાઇમાં કોડાણનો કિલ્લો જીત્યો હતો, જેમાં શિવાજીના સેનાપતિ તાનાજીનું મુત્યુ થયું હતું, જેના ઉપર થોડા સમય પહેલાં જ तान्हाजी ફિલ્મ પણ આવેલી, જે ખુબ જ સફળ પણ થઈ. તાનાજી તેમના ખાસ મિત્ર પણ હતા. મુત્યુના સમાચાર સાંભળતા જ શિવાજીએ કહયું હતું કે, “ગઢ આલા પણ સિંહ ગેલા” (ગઢ આવ્યો પણ સિંહ ગયો). ત્યારથી આ કિલ્લાનું નામ સિંહગઢ પડ્યું હતું. ૧૬૫૯માં આદિલશાહે એક અનુભવી અને બાહોશ અને દિગ્ગજ સેનાપતિ અફઝલખાનને શિવાજીને તબાહ કરવાં મોકલ્યો, જેથી તે પ્રાદેશિક બળવો ઘટાડી શકે. ૧૦ નવેમ્બર, ૧૬૫૯ના રોજ તેઓ પ્રતાપગઢના કિલ્લાની તળેટીમાં એક કુટીરમાં બંને મળ્યા હતા. એવું હુકમનામું તૈયાર કરવામાં આવ્યું હતું કે બન્ને ફક્ત એક જ તલવાર સાથે રૂબરૂ મળશે. શિવાજીને સંદેહ થયો કે અફઝલ ખાન તેમની પર હુમલો કરવા માટે એક અલગ વ્યૂહરચના સાથે આવશે, તેથી શિવાજી તેના કપડા હેઠળ નીચે કવચ, જમણી ભુજા પર છુપાવેલો વાઘનખ અને ડાબા હાથમાં એક કટાર લઈને એ કુટિરમાં પ્રવેશ્યા હતા. અફઝલ ખાનને મરાઠા ઇતિહાસમાં વિશ્વાસઘાતી તરીકે વર્ણવવામાં આવ્યો છે. આ લડાઈમાં અફઝલ ખાનની કટાર શિવજીના કવચમાં ભરાઈ ગઈ અને શિવાજીએ પોતાનાં ઘાતક હથિયાર વાઘનખ દ્વારા એવો તે ઘાતક હુમલો કર્યો કે અફ્ઝલખાન ત્યાને ત્યાં મરી ગયો. કહો કે શિવજીએ એને ફાડી નાંખ્યો..! પ્રતાપગઢનું યુદ્ધ ૧૦ નવેમ્બર, ૧૬૫૯ ના રોજ લડાયું હતું. જેમાં શિવાજીની સેનાએ બીજપુરના સલ્તનતની સેનાને હરાવી દીધી હતી. બીજપુર સૈન્યના ૩૦૦૦ સૈનિકો માર્યા ગયા હતા અને અફઝલ ખાનના બે પુત્રોને બંદી બનાવી લેવામાં આવ્યા હતા. આ બહાદુરીથી શિવાજી મરાઠા લોકગીતમાં હીરો અને પ્રજામાં મહાન નાયક બની ગયા. મોટી સંખ્યામાં જપ્ત કરાયેલા શસ્ત્રો, ઘોડા અને અન્ય લશ્કરી સાધનો સાથે મરાઠા સૈન્ય મજબૂત બન્યું. મુગલ સમ્રાટ ઔરંગઝેબે શિવાજીને મુગલ સામ્રાજ્ય માટે મોટો ખતરો માની લીધો હતો. પ્રતાપગઢમાં થયેલા નુકશાનની ભરપાઇ કરવા અને નવોદય મરાઠા શક્તિને હરાવવા આ વખતે બીજપુરના નવા સરસેનાપતિ રુસ્તમઝમનના નેતૃત્વ હેઠળ શિવાજી સામે ૧૦,૦૦૦ સૈનિકો મોકલ્યા. મરાઠા સૈન્યના ૫૦૦૦ સવારના સૈનિકોની મદદથી શિવાજીએ ૨૮ ડિસેમ્બર ૧૬૫૯ ના રોજ કોલ્હાપુર નજીક હુમલો કરી દીધો. આક્રમણને તેજ કરી દઈને શિવાજીએ દુશ્મન સેના પર બરાબર મધ્યમાં જ પ્રહાર કર્યો અને બે ઘીડેસવાર સેનાએ બંને બાજુએથી હુમલો કરી દીધો.કંઈ કેટલાય કલાકો આ યુદ્ધ ચાલ્યું પરંતુ અંતમાં બીજાપુરની સેના વિના કોઈ નુકશાન સહન કર્યાં વગર પરાસ્ત થઇ ગઈ.
સેનાપતિ રુસ્તમઝમન રણભૂમિ છોડીને જતો રહ્યો. આદિલશાહી સેનાએ આ વખતે ૨૦૦૦ ઘોડા અને ૧૨ હાથી ગુમાવ્યા. શિવાજી કયારેય હાર્યા જ નહોતા. ઇતિહાસમાં શિવાજી અપરાજિત રાજા તરીકે જ જગમશહૂર છે.જૂન ૬ ૧૬૭૪ના રોજ શિવાજીનો રાયગઢ કિલ્લામાં રાજયાભિષેક કરવામાં આવ્યો હતો.
શિવાજીએ હવે તેમની લશ્કરી ઝુંબેશોથી પૂરતી જમીન અને નાણાં એકઠાં કરી લીધાં પરંતુ તેમને હજુ સુધી કોઈ ઔપચારિક ખિતાબ મળ્યો નહોતો .એક રાજાનો ખિતાબ જ એમની આગળ આવનારી કે મળનારી ચુનૌતીને રોકી શકતી હતી. શિવાજીને રાયગઢમાં મરાઠાના રાજાનું બિરુદ આપવામાં આવ્યું હતું. પંડિતોએ સાત નદીઓના પવિત્ર પાણીથી શિવાજીનો રાજ્યાભિષેક કર્યો અભિષેક પછી, શિવાજીએ માતા જીજાબાઇના આશીર્વાદ લીધાં. આ સમારોહમાં આશરે રાયગઢના ૫૦૦૦ લોકો ભેગા થયા હતા. શિવાજીને છત્રપતિનું બિરુદ પણ આપવામાં આવ્યું હતું. ઇ.સ. ૧૬૭૭-૭૮ માં શિવાજીનું ધ્યાન કર્ણાટક તરફ ગયું. મુંબઇના દક્ષિણમાં કોંકણ, તુંગભદ્રા નદીના પશ્ચિમમાં બેલગામ તથા ધારવાડનો વિસ્તાર, મૈસૂર, વૈલારી, ત્રિચુર તથા જિંજી પર કબજો મેળવ્યા બાદ ૪ એપ્રિલ, ૧૬૮૦માં શિવાજીનો દેહાંત થયો.છત્રપતિ શિવાજી રાજે ભોંસલે જયંતિ , છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની શરૂઆત મહાત્મા જ્યોતિરાવ ફુલેએ ૧૮૭૦માં કરી હતી. મહાત્મા જ્યોતિરાવ ફુલેએ રાયગઢ કિલ્લા પર શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી. જ્યાં આજે ભવ્ય સ્થળ આવેલ છે. શિવાજી મહારાજ ના જીવન માં ગુરુ નું પણ ખુબ ઊંચું સ્થાન રહ્યું. જીવન ખુબ રોચક અને બહાદુરી ભર્યું હતું.
પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા.
જન્મ :- 19 ફેબ્રુઆરી 1630 માં *શિવનેરી* કિલ્લામાં
~ માતા : જીજાબાઇ.
~પિતા : શહાજી.
~ પુત્ર : સંભાજી ભોસલે.
(શિવાજીના પિતા શહાજી તેમના પિતા માઓજીના યુદ્ધ દરમિયાન યુવાનીમાં મૃત્યુ પછી તેમના કાકાને ત્યાં મોટા થયા હતા)
તેમના ઘોડાનું નામ વિશ્વાસ હતું (કૃષ્ણા પણ હતું )
૧૬ વર્ષની નાની ઉંમરે, શિવાજીએ તોરણા કિલ્લા પર કબજો કર્યો અને ૧૭ વર્ષની ઉંમરે રાયગઢ અને કોંડાના કિલ્લાઓ પર કબજો કરી લીધો.
સુરત લૂંટ : ૫ જાન્યુઆરી, *૧૬૬૪* (મુઘલને હરાવ્યું ). અને *1670* માં (બે વખત )
~સિંહગઢની લડાઇ માં કોડાણનો કિલ્લો જીત્યો હતો, જેમાં શિવાજીના સેનાપતિ *તાનાજી” નું મુત્યુ થયું હતું.
*મુત્યુના સમાચાર સાંભળતા જ શિવાજીએ કહયું હતું કે, “ગઢ આલા પણ સિંહ ગેલા” (ગઢ આવ્યો પણ સિંહ ગયો). ત્યારથી આ કિલ્લાનું નામ સિંહગઢ પડ્યું હતું.
~ ૧૬૭૪ના રોજ શિવાજીનો *રાયગઢ કિલ્લામાં રાજયાભિષેક* કરવામાં આવ્યો હતો.
પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી *ગેરિલા* એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો.
તેમની *તલવાર* નું વજન :62કિલો હતું (અન્ય ઘણી અલગ અલગ તલવાર હતી ) અવસાન : 3 April 1680 (ઉંમર 50) રાયગઢ કિલ્લામા.

*અવતરણ*

જ્યારે મોટાભાગ નાં રાજાઓ પોત પોતાની સીમાઓ સાંચવવા માં પડ્યા હતા ત્યારે શિવાજી એ હર હર મહાદેવ ના નારા સાથે દુશ્મનો ને કાબુ રાખવા જીવન ભર લડતા રહ્યા.
*જય ભવાની*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *