● JLR ઇન્ડિયા વિના મૂલ્યે 32-પોઇન્ટ ઓન-ધી-સ્પોટ ઇલેક્ટ્રોનીક વ્હિકલ હેલ્થ ચેક-અપ ઓફર કરે છે
● બ્રાન્ડેડ માલ, એસેસરીઝ અને મૂલ્ય વર્ધિત સેવાઓ પર ખાસ રચવામાં આવેલા શૌફર ટ્રેઇનીંગ પ્રોગ્રામ સાથે એક્સક્લુસિવ ઓફર્સ
● આ સેવાનો લાભ લેવા માટે ગ્રાહકો તેમની કાર તેમના શહેરમાં માન્ય રિટેલર્સ પાસે 12થી 17 જૂન 2023 દરમિયાન લઇ જઇ શકે છે.
મુંબઇ, 12 જૂન 2023: JLR ઇન્ડિયાએ આજે તેની વાર્ષિક ચોમાસુ સર્વિસ ઇવેન્ટની ઘોષણા કરી છે જે ભારતમાં તમામ માન્ય રિટેલર્સને ત્યાં 12થી 17 જૂન 2023 દરમિયાન યોજાશે. ગ્રાહકોને વિનામૂલ્યે વ્હિકલ તપાસ અને બ્રાન્ડેડ માલ, એસેસરીઝ અને મૂલ્ય વર્ધિત સેવાઓ પર એક્સક્લુસિવ ઓફર્સનો લાભ મળી શકે છે. તમામ વ્હિકલ્સને ઉચ્ચ તાલીમબદ્ધ ટેકનિશીયન્સ દ્વારા તપાસવામાં આવશે અને જરૂર લાગે ત્યાં JLR જેન્યુઇન પાર્ટસની ખાતરી પ્રાપ્ત કરશે.
ચોમાસુ સિઝન દરમિયાન પ્રત્યેક યાત્રા સુરક્ષિત અને સલામત બની રહે તેની ખાતરી કરતા આ ઇવેન્ટ દરમિયન 32-પોઇન્ટ ઇલેક્ટ્રોનીકસ વ્હિકલ હેલ્થ તપાસ,બ્રેક અને વાઇપર તપાસ, ટાયર અને ફ્લ્યુઇડ લેવલ તપાસ તેમજ વ્યાપક બેટરી હેલ્થ તપાસ ઓફર કરાશે.
JLR ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજન અંબાએ જણાવ્યુ હતુ કે, “અમારી ચોમાસુ સર્વિસ ઇવેન્ટની ડિઝાઇન શ્રેષ્ઠ કક્ષાની વ્હિકલ સંભાળ અને અમારી તમામ બ્રાન્ડઝનો ગ્રાહકોને ટેકો પૂરો પાડી શકાય તે રીતે તૈયાર કરવામાં આવી છે. આ ઇવેન્ટ સિઝન માટેની તમામ આવશ્યક તપાસ પર ધ્યાન આપશે અને અમારા ગ્રાહકો ચોમાસા દરમિયાન અંતરાયમુક્ત ડ્રાઇવીંગ અનુભવ પ્રાપ્ત કરે તેની ખાતરી રાખશે.”
ધંધાદારી ડ્રાઇવર આધારિત ગ્રાહકો માટે આ સર્વિસ ઇવેન્ટમાં ખાસ તૈયર કરાયેલ શોફર ટ્રેઇનીંગ પ્રોગ્રામ*નો સમાવેશ કરાશે જે ચોમાસાની સિઝનમાં ડ્રાઇવીંગ અને વ્હિકલ નિભાવના તમામ પાસાઓને આવરી લેશે.
ગ્રાહકો 12થી 17 જૂન 2023 દરમિયાનમાં સવારના 9.30થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં તેમના નજીકના માન્ય રિટેલર પાસે એપોઇન્ટમેન્ટ લઇને આ સેવાનો લાભ લઇ શકે છે.
રેન્ડ રોવર, ડીફેન્ડર અને ડીસ્કવરી વ્હિકલ્સ માટે આ સર્વિસ ઇવેન્ટ પરની માહિતી માટે, અહીં ક્લિક કરો
જેગુઆર વ્હિકલ માટે સર્વિસ ઇવેન્ટ પરની વધુ માહિતી માટે, અહીં ક્લિક કરો
ભારતમાં JLR રિટેલર નેટવર્ક
JLRનું રિટેલર નેટવર્ક તેના 25 માન્ય આઉટલેટ્સ મારફતે 21 શહેરોમાં ફેલાયેલુ છે, આ શહેરોમાં અમદાવાદ, બેંગાલુરુ (3), ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઇ (2), કોઇમ્બતોર, દિલ્હી, ગોરેગાંવ, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, કોલકાતા, કોચી, કર્નાલ, લખનૌ, મુંબઇ (2), નોઇડા, પૂણે, રાયપુર, સુરત અને વિજયવાડાનો સમાવેશ થાય છે.