500 રૂપિયાની નકલી નોટો અંગે ચોંકાવનારો ખુલાસો
2000ની નોટો બંધ થયા બાદ હવે દેશની સૌથી મોટી ચલણી નોટ RBI માટે માથાનો દુખાવો બની છે. રિપોર્ટ અનુસાર 500ની નકલી નોટોની ઘૂસણખોરી સતત વધી છે. 2022-23માં 500ની લગભગ 91,110 નકલી નોટો પકડાઈ હતી, જે 2021-22ની સરખામણીમાં 14.6 ટકા વધુ છે. 2020-21માં 500 રૂપિયાની 39,453 નકલી નોટો પકડાઈ હતી. જ્યારે 2021-22માં 76 હજાર 669 નકલી નોટો ઝડપાઈ હતી.