શિક્ષણ જગત માટે શરમજનક વાત
લ્યો કરો વાત!
નર્મદામાં ૨૭ જેટલી શાળાઓ એક શિક્ષકથી
ચાલે છે!
૫૪ જેટલી શાળાઓ જર્જરિત હાલતમાં છે.!
3 શાળાના બાળકો ભય નાં ઓથારહેઠળ અભ્યાસ કરે છે!
દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં શિક્ષકોની ઘટ
શિક્ષકોની ઘટ પુરી કરવા તથા જર્જરીત
શાળાઓના નવા મકાનો બનાવવા બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરતા ડેડીયાપાડા ના ધારાસભ્ય
રાજપીપલા, તા.10
નર્મદાના દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં શિક્ષકોની ઘટ પુરી કરવા તથા જર્જરીત
શાળાઓના નવા મકાનો બનાવવા બાબતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
પત્રમાં જણાવેલ વિગત મુજબ આઝાદીના ૭૫ વર્ષ વિતી ગયા અને સરકાર જયારે “આઝાદી કા અમૃત મહોત્સવ” મનાવી રહીછે ત્યારે નર્મદા જિલ્લાના
દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે પૂરતા
શિક્ષકો અને જર્જરિત શાળાઓના ખુબજ ગંભીર પ્રશ્નો છે. તાત્કાલિક મુખ્ય મંત્રી અને હાલ નાં દેશ
ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૦૩ માં અહીંથી જ “ બેટી બચાવો બેટી પઢાઓ” ના
અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતની ચાલુ ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારાપણ ” ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત ” અભિયાન હાલમાં ચાલે છે. આ બાબત ને લઇઘટતું કરવા જણાવ્યું છે.
આ અગાઉ તા.૧૭/૦૩/૨૦૨૩ ના રોજ ડો.કુબેર ડિંડોર મંત્રી આદિજાતિ વિકાસ વિભાગ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તથા ડો.વિનોદ રાવ, સચિવ, પ્રાથમિક અને માધ્યમિક
શિક્ષણ ને રૂબરૂ મળી પત્ર દ્વારા રજૂઆત કરેલ હતી પરંતુ એમના પત્રવ્યવહાર સિવાય કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.જે ખુબજ ગંભીર બાબત છે.
ભૂતકાળમાં અનેકવાર રજુઆતો કરવા છતા, કહેતા દુ:ખ થાય છે કે અંબાજી થીઉમરગામ આદિવાસી વિસ્તાર ની જેમ મારા મત વિસ્તારમાં ૨૭ જેટલી શાળાઓ એક શિક્ષકથી
ચાલે છે. એક જ શિક્ષક તમામ ધોરણના બાળકોના શિક્ષણ કાર્ય ની સાથે-સાથે બીજી ઈતરપ્રવૃતિઓ પણ કરવાની હોય છે. ૫૪ જેટલી શાળાઓ જર્જરિત હાલતમાં છે. ૩ જેટલી શાળાઓપાળી પધ્ધતિ થી ચાલે છે. જેથી અહી અભ્યાસ કરતા બાળકો ને ભય નાં ઓથારે અભ્યાસ કરવોપડે છે.
ભૂતકાળમાં પણ સરકાર ને ઘણી રાજુઆતો કરવામાં આવેલ છે. છતા આ બાબતે ધ્યાનઆપવામાં નથી આવ્યું, ત્યારે તમામ આદિવાસી વિસ્તાર ની સાથે મારા વિસ્તાર માં પણ મહેકમપ્રમાણે પૂરતા શિક્ષકો અને જર્જરિત શાળાઓ દુર કરી નવી શાળાઓ બનાવવા રજુઆત કરી છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા