રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેનના સોનાના દાગીના લૂંટાયા
ગઠિયાએ સોનાના દાગીનાની કરી તફડંચી
રાજપીપલા એસ.ટી
ડેપોમા બસમા ચઢતી વખતે મહિલાનુ પર્સ ની ચોરી કરી રોકડ રકમ સહીત 73,000/-ના દાગીનાની ઉઠાન્તરી કરતા ચકચાર
રાજપીપલા, તા31
રક્ષાબંધનના પવિત્ર
પર્વે રાજપીપલા ખાતે એક બહેન સાથે ગઠિયાએ સોનાના દાગીનાની તફડંચી કરવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.રાજપીપલા એસ.ટી
ડેપોમા બસમા ચઢતી વખતે મહિલાનુ પર્સ ની ચોરી કરી રોકડ રકમ સહીત 73,000/-ના દાગીનાની ઉઠાન્તરી કરતા રાજપીપલા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી વિશ્વરાજસિંહ દિલાવરસીહ ગોહિલ રહે- નવાપુરાનિકોલી મોટુ દરબાર ફળીયુ તા.નાંદોદે અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદની વિગત અનુસાર
ફરીયાદીની બહેન જિજ્ઞાસાબેન અભીશેકસિંહ શીનોરા રહે.અમદાવાદ
ઓઢવ,શીરોમણી બંગ્લોઝ અમદાવાદ શહેર રાજપીપલા એસ.ટીડેપોમા બસમા ચઢતી વખતે તેના ગળી ભુરા કલરના થેલામા રાખોડી
કલરનુ નાનુ પર્સ રાખેલ.જેમા અંદાજીત રોકડા રૂપીયા ૫,૦૦૦/- તથા એક તોલા
સોનાનુ ગળાનું ડોકીયુ કિ.રૂ.૫૫,૦૦૦/- તથા એક જોડ બુટ્ટી સોનાની જેની
આશરે કિ.રૂ.૮,૦૦૦/- તથા કાનની શેરો (લટકણી) સોનાની જેની આશરે
કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭૩.૦૦૦/- ના દાગીના હતાં તેની કોઇ અજાણ્યો ચોર ઇસમેથેલાની ચેઇન ખોલી ચોરી કરી લઈનાસી જતાં પોલીસે તપાસ આદરી છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા
11 thoughts on “રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેનના સોનાના દાગીના લૂંટાયા”