ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ અને રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના સંયુક્ત ઉપક્રમે દેશ તથા વિદેશના ફાઈનાન્સને લગતા ફાયદાઓની જાણકારી આપતો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. દેશના અર્થતંત્રમાં આર્થીક વ્યવહારો તથા તેની લેવડ દેવડ સંદર્ભે કેટલી મર્યાદામાં કયા કાયદા પ્રમાણે થાય છે તેની ચર્ચા કરવામાં આવી હતી. રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના ઓફીસર જસજીત સિંગ કાલરાએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટનું અમલીકરણ તથા તેની ઉપયોગીતા વીશેનું મહત્વ સમજાવ્યુ હતુ. તેમની સાથે અન્ય અધિકારીઓએ પણ વિવિધ મુદ્દાઓની છણાવટ કરી હતી. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પ્રતિભાવ આપતા કહ્યું હતુ કે દેશના આર્થીક બાબતોના કાયદાઓની સમજણ યુવાનોને આપવી જોઈએ જેથી ભવીષ્યમાં તેનો ઉપયોગ સારી રીતે કરી શકે. કોલેજના પ્રા.મહેશ સોનારાએ આરબીઆઈની કામગીરી વીશે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે કિવીઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયા હતા તેમને ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ વર્કશોપમાં ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો હાજર રહ્યા હતા.