સૂર્યોદય,સૂર્યાસ્ત, નદીઓ, વૃક્ષો, પહાડો, રાત્રે અગાસીએ કે બહાર બેઠાં બેઠાં તારાઓ જોવા, મુસાફરી કરતાં કરતાં બારીમાંથી ચાંદો જોવો આ બધાં મારા ખૂબ ગમતાં કામ રોજિંદા જીવનમાં જે ખરેખર રોજ માણવાની ઘટનાઓ છે,હકીકતે એ નિરાંતે, સમય મળ્યે માણી શકાય એના માટે મહેનત કરવી પડતી હોય છે,સમય કાઢવાની અને જો સમય મળી જાય તો બધી જંજાળ પાછળ મૂકી યાદ રાખવાની કે આ બધુંય જોવાનું છે,માણવાની, અનુભવવાની, પોતાનામાં ભરવાની😅!…, પણ મોકો મળે તો બને ત્યાં સુધી ચૂકતી પણ નથી!😊😉
સૂર્યોદય મને પ્રિય પણ સૂર્યાસ્ત અતિશય વહાલો લાગે કારણકે એ “ક્ષિતિજ” જેવો છે સવારથી સાંજ સુધીનાં આમ કહેવાતા રૂટિન માં થતાં નવા અનુભવો અને સમજ તો ઉમેરે પણ સાથે નવા સૂર્યોદયની આશાઓ અને કાંઈક નવું સારું થશે અથવા મૂંઝવણ હોય તો એમાંય કાંઈક ચમત્કાર થશે એનું સરપ્રાઈઝ પણ ઉમેરે ” અનુભવના સત્યો” અને “ભવિષ્યની કલ્પનાઓ” બંનેનો સમન્વય એટલે
” સૂર્યાસ્ત” , “ઢળતી સાંજ” એવી જ એક સાંજની તસવીર 😍❤️✨💫🌌🌅🌇
~અંકિતા દવે