40ની ઉંમરે પણ એનર્જી અને ગ્લો રહેશે 25 જેવા, જો આ વસ્તુઓનું રોજ કરશો. સેવન.

વધતી ઉંમરની અસર માત્ર ત્વચા પર દેખાય છે તેવું નથી. ઉંમર વધવાની સાથે વ્યક્તિના શરીરની એનર્જી પણ ઘટવા લાગે છે. ત્વચાનો ગ્લો અને એનર્જી ધીરે ધીરે ઓછી થાય છે ખાસ કરીને મહિલાઓને આ તકલીફ વધારે સતાવે છે. આવી સ્થિતિમાં મહિલાઓ ચિંતા નો ભોગ પણ બને છે. તેવામાં 40 ની ઉંમરે જો તમારે 25 જેવી જ શરીરની એનર્જી અને ત્વચાનો ગ્લો મેન્ટેન રાખવો હોય તો પોતાની ડાયટમાં કેટલાક જરૂરી ફેરફાર કરવા જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જેને તમે ડેઇલી ડાયેટમાં લેવાનું રાખશો તો તેનાથી વધતી ઉંમરે પણ શરીરની એનર્જી અને ત્વચાનો નિખાર 25 વર્ષ જેવો જળવાઈ રહેશે.

સાલમન માછલી ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન, સેલેનીયમ જેવા તત્વોથી ભરપૂર હોય છે. તેને ડાયટમાં સામેલ કરવાથી ત્વચા પર નિખાર આવે છે અને શરીરને એનર્જી પણ મળે છે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

ગાજર

ગાજરને પણ વધતી ઉંમરે પોતાની ડાયટમાં સામેલ કરવા જોઈએ. તેનાથી ચેહરા પર નિખાર આવે છે અને એનર્જી મેન્ટેન રહે છે. તે એન્ટી ઓક્સિજનથી ભરપૂર હોય છે અને તેમાં બીટા કેરોટીન હોય છે. જે ત્વચાને થતા નુકસાનને અટકાવવામાં મદદ કરે છે

ટમેટા

મહિલાઓએ ટમેટાનું સેવન પણ નિયમિત કરવું જોઈએ. ટમેટામાં લાઈકોપીન હોય છે જે સૂરજની કિરણોથી થતા નુકસાનને અટકાવવામાં મદદ કરે છે. તે એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તેથી ત્વચા સંબંધિત સમસ્યાઓને પણ અટકાવે છે.

એવોકાડો

એવોકાડો પણ એન્ટિઓક્સિડન્ટ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને ડાયટમાં સામેલ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ત્વચા પર દેખાતી વૃદ્ધાવસ્થાની અસરો ઓછી થાય છે.

પ્રોટીનથી ભરપૂર વસ્તુ

વધતી ઉંમરે શરીરમાં કોલેજન તૂટવાનો શરૂ થાય છે. તેના કારણે ત્વચા ઢીલી પડી જાય છે અને કરચલીઓ દેખાય છે. આવું ન થાય તે માટે પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ. પ્રોટીન માટે તમે ટોફુ, ચિકન, ઈંડા જેવી વસ્તુઓને પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો.

અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *