આજે કોઈપણ જાતના કાર્યક્રમ વગર મારાં સંપાદન કાર્યનું એક પુસ્તક પ્રકાશિત થયાનો રાજીપો પ્રગટ કરવો છે.પણ આ રાજીપાની હકદાર હું એકલી નથી .મારી સાથે જોડાયેલાં તમામ સર્જક , મારા માર્ગદર્શક અને પ્રકાશક આ બધા જ મારી સાથે મારી ખુશીમાં સામેલ છે એ વાતનો પણ મને અત્યંત આનંદ છે.
સંપાદક તરીકે ” હોવાપણું ખરું – હાવીપણું નહીં” મારું પ્રથમ પુસ્તક છે. પણ મારી સર્જનયાત્રાનું આ પાંચમું પુસ્તક છે.
મારી સાથે મારી સર્જન સફરમાં હમસફર બનનાર સૌ કોઈને નતમસ્તક પ્રણામ 🙏
બહુ જ ઓછા સમયમાં ઉત્તમ કામ કરીને મને પુસ્તક તૈયાર કરી આપનાર યુતિ પબ્લીકેશનનો ખાસ ખાસ આભાર વ્યક્ત કરું છું.
થોડીક વાત પુસ્તક વિશે કરું તો પુસ્તકમાં વાત થોડી નારીવાદ વિશેની છે પણ એ નારીવાદ પુરુષ સાથે સતત સમાનતા અને સન્માનના અભિગમ સાથે જોડાયેલો છે. નારીવાદ આંખ માથા ઉપર છે. નારીવાદ સ્વીકાર્ય છે અને હોવો જ જોઈએ . કારણ , સ્ત્રી હોવાના નાતે હુ સ્ત્રીનાં સૂક્ષ્મ મનોજગતથી વાકેફ છું. નારીની સંઘર્ષ ગાથાથી વાકેફ છું .એની પીડાથી પરિચિત છું. એટલું જ નહીં ક્યાંક ક્યાંક કોઈક અંશે હું પણ એ બધાં સાથે સંકળાયેલી છું , જોડાયેલી છું અને એમાંથી પસાર પણ થઈ છું . પણ ,
પણ મારી વાતમાં જો હું બધું જ કહી દઈશ તો તમે પુસ્તકમાંથી શું મેળવશો ? શું વાંચશો ? 😊
પુસ્તક મેળવવા મારો સંપર્ક કરી શકો છો .
8 thoughts on ““હોવાપણું ખરું, હાવીપણું નહીં ” – ગોપાલી બુચ.”