#આંતરાષ્ટ્રીયમાતૃભાષાદિવસ
#ગુજરાતી પ્રેમ
૧.જે ભાષામાં તમે વિચારો છો.
૨. અંગ્રેજી ભાષામાં વાક્ય સાંભળતા જેમાં આપમેળે ભાષાંતર થઈ જાય!
૩.જે ભાષામાં તમે લાગણીઓ અનુભવો છો.
૪.જે ભાષામાં તમે ગણતરી કરો છો, સમય જોવો છો કે ઘડિયા બોલો છો.( મને વન, ટુ, થ્રી કરતાં એકડો સાવ સળેખડો અને એક એકુ એક જેવી બીજી મજા કોઈ લાગતી નથી😄)
૫.જ્યાં અખૂટ શબ્દો તો ખરાં જ, અપશબ્દોનો પણ અલગથી સ્ટોક હોય ( વાપરવાની વાત પોતપોતાની વિવેકબુદ્ધિ પર છે😬).
૬. ગુસ્સામાં અને દુઃખમાં સૌથી વધારે જે ભાષા તમારા મુખેથી નીકળે અને એ બોલ્યાં પછી સંતોષનો અનુભવ થાય, તમને ગૂંગળામણ કે મૂંઝવણમાંથી મુક્તિ આપે એ જ માતૃભાષા!! ❤️
~અંકિતા દવે.