ડૉ મુકેશ બાવિશી અને તેમના પત્ની ડૉ  વિદુલા મુકેશ બાવિશીને રોટરી ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીકટ 3055 તરફથી ‘પ્રેરણામૂર્તિ એવોર્ડ’ 2024 અર્પણ કરવામાં આવ્યો.

ડૉ. મુકેશ બાવિશી અને તેમના પત્ની ડૉ વિદુલા મુકેશ બાવિશીને રોટરી ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીકટ 3055 તરફથી ‘પ્રેરણામૂર્તિ એવોર્ડ’ 2024 અર્પણ કરવામાં આવ્યો છે.

ગત રવિવાર તા. 13-10-24ના કચ્છી જૈન ભવન, અમદાવાદ ખાતે યોજાયેલ એક સમારંભમાં રોટરી ડીસ્ટ્રીકટ ગવર્નર શ્રી મોહન પરાશર ના હસ્તે આ સેવાભાવી કપલને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. પાછલા ત્રણ દાયકાથી સમાજ સેવા માટે, 27 વર્ષથી દર વર્ષે ગુજરાત તેમજ રાજસ્થાનના ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે ફ્રી સર્જીકલ કેમ્પસ અને મહિલાઓની સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ માટે 25 થી વધારે વર્ષોથી સ્ત્રી-સ્વાસ્થ્ય ના 350 થી વધુ ટૉક- શૉઝ વગેરે માનવ-સેવાની પ્રવુત્તિઓ બદલ તેઓ બંનેને આ ‘પ્રેરણા-મૂર્તિ’ સન્માન આપવામાં આવ્યું હતું.

Posted in All