योगः कर्मसु कौशलम् ।
કરો યોગ, રહો નિરોગ
આજ રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમૃત સરોવર, સેક્ટર 1 ગાંધીનગર ખાતે સામૂહિક યોગાભ્યાસ કર્યો.
આજના અતિ વ્યસ્ત અને તણાવભર્યા જીવનમાં યોગ એ સંજીવની સમાન બની રહે એમ છે. હજારો વર્ષ પુરાણી આપણી વૈદિક અને યૌગિક પરંપરાનું પાલન કરીને આપણા પૂર્વજ ઋષિ મુનિઓ રોગમુક્ત સહજ જીવન જીવતા હતાં, માટે જ કહેવાય છે કે યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે.
આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી @Narendramodi સાહેબે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મૂકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વે સ્વિકારી પ્રતિ વર્ષ ૨૧મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વિકૃતિ આપી હતી. યોગ થકી માનવ ઊર્જાવાન, શક્તિશાળી અને બલિષ્ઠ બની શકે છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં યોગ શિબિરમાં જોડાનાર સર્વેને અભિનંદન પાઠવ્યા.
ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરના નવા મહિલા મેયર શ્રી મીરાબેન પટેલ, ડે. .મેયર નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ગૌરાંગ વ્યાસ, દંડક શ્રી સેજલબેન પરમાર, શાશકપક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા ની આજરોજ ગાંધીનગર મહાનગર પાલિકા ઓફિસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી.
આપના સર્વે “સેવા એજ સંસ્કાર”નાં સંકલ્પને સાર્થકતાની સાથે આપની વહીવટી કુશળતા અને રાજનૈતિક અનુભવ થી ગાંધીનગર મહાનગરપાલિકા વિકાસના નવા સીમાચિન્હો સર કરે એવી હ્રદયપૂર્વકની શુભકામનાઓ.