*મોબાઈલની આત્મકથા*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી મનોરંજન સમાચાર

હું એક મોબાઈલ છું, તમે મારા વિશે જાણતા જ હશો, પણ તમારી પાસે અધૂરી માહિતી છે, તમે મને એક ઇલેકટ્રોનિક વસ્તુ જ સમજો છો ? એ માહિતી પણ અધૂરી જ છે, જો મનુષ્ર્ય મને ખરેખર સમજશે તો તે સુખી થઇ જશે, પરંતુ જો તે મારો ઉપયોગ કરવામાં વિવેક ચુક્યો તો એને કોઈ નહિ બચાવી શકે.
હું તમારો અને તમારા બાળકો સાથે નો પ્રેમ ઓછો કરું છું.
હું તમને જ તમારા બાળકોથી નફરત પેદા કરું છું.
હું તમારા પરિવારના બરબાદીનું કારણ બની શકું છું.
હું તમારા પતિ-પત્ની વચ્ચેના સબંધોનો નાશ કરું છું.
હું તમારા એકાગ્રતાને નષ્ટ કરું છું.
હું તમારા કાર્યની ગતિમાં અવરોધ પેદા કરું છું.
હું તમારા ખર્ચમાં દિન -પ્રતિદિન વધારો કરું છું.
હું તમને વધારે ગુસ્સાવાળા બનાવું છું.
હું તમને ગેરમાર્ગે દોરી જાઉં છું.
હું તમને ચારિત્રહીન બનાવું છું.
હું તમને માનસિક રોગી બનાવું છું.
હું તમને માંરી લત લગાડી દઉં છુ, જેથી તમે મારી જાળમાં ફસાઈ જાઓ છો.
હું કરોડો લોકોના ઘરને બરબાદ કરવામાં સફળ રહ્યો છું.
મોટા ભાગના યુવાનો મારો સંગ કરીને પોતાની કારકિર્દીને ખતમ કરી નાખે છે.
નાના બાળકો માટે તો હું ધીમા ઝેર સમાન છું. એના આખા મનને ખરાબ કરી દઉં તો પણ બાળકને ખબર જ નથી પડતી.
કરોડો લોકોના સંબંધોને ખરાબ કરું છું. તેમાય ખાસ કરીને પતિ-પત્નીના સબંધોને છુટા-છેડા સુધી લઇ જવામાં માંરી મુખ્ય ભૂમિકા રહી છે.
મેં સાધુ-સંતોને પણ નથી છોડ્યા, જે સાધુ-સંતો મારા ઉપયોગનો વિવેકને ચુક્યા છે એ પણ બહુ પછતાયાં છે.
બળાત્કાર જેવા ગંભીર ગુનાનું બીજ મારા ઉપયોગથી જ જન્મે છે.
હું લોકોનો સમય ખાઈ જાઉં છું છતાં લોકોને ખબર જ પડતી નથી એવો હું ભયાનક રાક્ષસ છું.

મારી તમને વિનંતી છે કે મારો ઉપયોગ વિવેકથી કરજો નહીં તો તમાતે સૌને એક દિવસ પછતાવાનો વારો આવશે.

??????????

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •