ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજના એન.એસ.એસ તથા એન.સી.સી વિભાગ દ્વારા ૧૦ માં ઇન્ટરનેશનલ યોગા ડેનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં કોલેજના ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ભારતીય સંસ્કૃતીમાં યોગનું મહત્વ હજારો વર્ષથી છે. યોગ માત્ર તંદુરસ્તી નથી આપતો પરંતુ સમાજને જોડવાનું પણ કામ કરે છે. શારીરીક તથા માનસીક પરિસ્થિતીને તંદુરસ્ત બનાવી સકારાત્મક તથા હકારાત્મક વિચારો પેદા કરી વ્યક્તીને સંપૂર્ણ બનાવે છે. ભારતના ઋષીમુનીઓ દ્વારા યોગને સમાજમાં ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. આધ્યાત્મિક રીતે પણ વ્યક્તીની ઉન્નતી થાય છે. આધુનીક સમયના દુષણોને દૂર કરવા માટે જીવનમાં યોગને અપનાવવુ જરૂરી છે. કોલેજના વિદ્યાર્થીઓએ યોગના કાર્યક્રમમાં ઉમળકાભેર ભાગ લઇ જીવનમાં યોગને કાયમી સ્થાન આપવાના પ્રણ લીધા હતા.