ચીન શા માટે ભારતીય પત્રકારોને દેશમાંથી કાઢી રહ્યું છે? જાણો શું છે બંને દેશો વચ્ચેનું ‘પત્રકારીય રાજકારણ’.

બ્લૂમબર્ગના અહેવાલમાં સમગ્ર મામલાથી વાકેફ એક વ્યક્તિના જણાવ્યા અનુસાર, ચીની સત્તાવાળાઓએ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના રિપોર્ટરને આ મહિને જ દેશ છોડી દેવાની સૂચના આપી છે. આ પત્રકાર ભારત પરત ફરતાની સાથે જ વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાંથી ભારતીય મીડિયાની હાજરી સંપૂર્ણપણે ખતમ થઈ જશે, ત્યારે લાગી રહ્યુ કે બન્ને દેશ વચ્ચે સંબંધો બગડી રહ્યા છે.

જ્યારે આ વર્ષ શરૂ થયું ત્યારે ચીનમાં ચાર ભારતીય પત્રકારો હતા. અખબાર ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના રિપોર્ટર આ પાછલા સપ્તાહના અંતમાં ચીન છોડી ગયા હતા, જ્યારે સરકારી ચેનલ ‘પ્રસાર ભારતી’ અને અખબાર ‘ધ હિન્દુ’ના પત્રકારોને એપ્રિલમાં ચીનમાં વિઝા રિન્યૂ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
China Politics : ચીન ભારતીય પત્રકારોને વિઝા નથી આપી રહ્યું.
ભારત સરકારે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે ચીનના પત્રકારો ભારતમાં કોઈપણ મુશ્કેલી વિના કામ કરી શકે છે, પરંતુ ચીનમાં ભારતીય પત્રકારો માટે સમાન વાતાવરણ નથી. સરકારે કહ્યું કે બંને દેશો આ મુદ્દે સંપર્ક જાળવી રહ્યા છે.
થોડા મહિના પહેલા ભારતીય પત્રકારોને રિપોર્ટિંગ કરવામાં મદદ કરવા માટે ચીનમાં સહાયકોની નિમણૂકને લઈને વિઝા વિવાદ ઉભો થયો હતો. વાસ્તવમાં, ચીને રોજગાર એક સમયે ત્રણ વ્યક્તિઓ સુધી મર્યાદિત કરવાના નિયમો લાગુ કર્યા છે. જ્યારે, ભારતમાં નોકરી પર આવી કોઈ મર્યાદા નથી. 2020માં ગલવાન સૈન્ય અથડામણ બાદથી બેઇજિંગ અને નવી દિલ્હી વચ્ચેના સંબંધો વણસેલા છે.
ત્યારે હાલ બે પત્રકારોના વિઝા ફ્રીજ કરીને તેમને ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે, ને બાકીના બે માંથી એક 11 જુન સુધી ચીન છોડીને ભારત પરત આવી ગયો હતો.ને જે એક પત્રકાર છે, તેમને જુન મહિનાની અંતિમ તારીખ સુધી ચીન છોડીને જતા રહેવાનુ જણાવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *