સિંધી ભાષા પર વિવાદાસ્પદ નિવેદન આપીને ખરાબ રીતે ફસાયા નસીરુદ્દીન શાહ, અભિનેતાએ માફી માંગતા કહી આ વાત.

નસીરુદ્દીન શાહ અને વિવાદો એકસાથે ચાલે છે. ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા નસીરુદ્દીન શાહ તેમના નિવેદનના કારણે ઘણીવાર નિશાના પર રહે છે. તેણે હાલમાં જ સિંધી ભાષા પર ટિપ્પણી કરી હતી જે બાદ તેની ટીકા થઈ હતી. હવે તેણે પાકિસ્તાનમાં સિંધી ભાષી લોકોની માફી માંગતી પોસ્ટ લખી છે. નસીરુદ્દીન શાહે કહ્યું કે સિંધી ભાષી લોકો તેમના ‘ખોટા’ અભિપ્રાયથી ખૂબ જ દુઃખી થયા છે.
નસીરુદ્દીન શાહે પાકિસ્તાન ની સિંધી ભાષી વસ્તી ની માંગી માફી 
અભિનેતાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં હવે સિંધી બોલાતી નથી. વિવાદ બાદ હવે તેણે ફેસબુક પર પોસ્ટ લખીને માફી માંગી છે અને તેને ભૂલ ગણાવી છે. નસીરુદ્દીન શાહે ફેસબુક પર લખ્યું, “ઠીક છે, ઠીક છે, હું પાકિસ્તાનની સમગ્ર સિંધી ભાષી વસ્તીની માફી માંગુ છું. મને લાગે છે કે તેઓ મારા ખોટા અભિપ્રાયથી ખૂબ જ દુઃખી થયા છે. હું સ્વીકારું છું કે મને ખોટી રીતે જાણ કરવામાં આવી હતી, પરંતુ શું મને  આ માટે ફાંસી પર ચઢાવવાની જરૂર છે?જેમ કે ઈસુએ કહ્યું, ‘તેને મુક્ત થવા દો…’ વાસ્તવમાં ઘણા વર્ષો સુધી જ્ઞાની માણસ ગણાયા પછી, હું હવે અજ્ઞાની કહેવાનો અને બૌદ્ધિક હોવાનો ઢોંગ કરવાનો આનંદ માણી રહ્યો છું, આ એક મોટું પરિવર્તન છે.થોડા દિવસો પહેલા નસીરુદ્દીન સિંધી અને મરાઠી ભાષાઓ પર કરેલી ટિપ્પણીને લઈને નિશાના પર આવી ગયા હતા. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મરાઠીમાં પણ ફારસી ભાષાના શબ્દો છે. ઘણા લોકોએ તેને મરાઠીને બદનામ કરવાના પ્રયાસ તરીકે લીધો. નસીરુદ્દીન શાહે આ ફેસબુક પેજ પર લખ્યું છે કે ‘એવું લાગે છે કે મેં તાજેતરમાં જે કહ્યું તેના પર બે બિનજરૂરી વિવાદો ઉભા થયા છે. મારો ઉદ્દેશ્ય મરાઠીને ઓછો બતાવવાનો ન હતો પરંતુ વિવિધતા બધી સંસ્કૃતિઓને કેવી રીતે સમૃદ્ધ બનાવે છે તે બતાવવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *