કુમકુમ મંદિરના સંતો દ્વારા બદ્રીનાથની યાત્રા યોજવામાં આવી.
શ્રી સ્વામિનારાયણ ભગવાન બદ્રીનાથમાં 230 વર્ષ પહેલા આવ્યા હતા.. સાધુ પ્રેમવત્સલદાસજી
સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – મણીનગર – અમદાવાદ દ્વારા સંતો અને હરિભક્તો બદ્રીનાથની યાત્રાએ ગયા હતા. અને ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કર્યું હતું.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ બદ્રીનાથ માં શ્રી સ્વામિનારાયણ ભગવાન સંવત 1850 માં પધાર્યા હતા અને અહિયાં દિવાળી અન્નકૂટ ઉત્સવ કર્યો હતો. આ બદ્રીનાથના પુજારી એ
નીલકંઠ વર્ણીની ખૂબ જ સેવા કરી હતી. તેમના હાથી ઉપર બેસાડીને બદ્રીનાથમાં ફેરવ્યા હતા. તેથી બદ્રીનાથ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું સ્થાન હોવાથી સંતો અને હરિભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા.
આ બદ્રીનાથમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ આવેલું છે.