*કુમકુમ મંદિર દ્વારા નિઃશુલ્ક વેલનેસ કેમ્પ યોજાયો.*

*કુમકુમ મંદિર દ્વારા નિઃશુલ્ક વેલનેસ કેમ્પ યોજાયો.*

*વજન ઘટાડવું જોઈએ ,ભજન વધારવું જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*

*આ કેમ્પમાં સંતો અને અનેક માણસોના વેલનેસ રિપોર્ટ વિનામુલ્યે કરવામાં આવ્યા.*

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા નિઃશુલ્ક વેલનેસ કેમ્પ યોજાયો. આ પ્રસંગે આપણે વર્તમાન જીવનશૈલી કેવી રીતે જીવવી જોઈએ ? એ અંગે વેલનેસ કોચ નિરવભાઈ ભાવસારે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌ સંતો અને હરિભક્તોનું બોડી ફેટ ચેક અપ ટ કરીને વેલનેસ રિપોર્ટ કાઢીને સુપ્રત કરવામાં આવ્યા હતા.

*આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, જે મનુષ્યનું સ્વાસ્થ્ય સારું હોય તે જ આધ્યાત્મિક ક્ષેત્રે ભગવાનના સુખને પામી શકે છે અને જીવનમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકે છે.તેથી શરીરને સુદ્રઢ બનાવવું જોઈએ. શરીર સારું રાખવા માટે સાત્વિક આહાર પ્રમાણસર લેવો જોઈએ. આજે માણસનું દિન પ્રતિદિન વજન વધતું જાય છે,તેના કારણે શારીરીક સ્મસ્યાઓ વધતી જાય છે, તેથી માણસે વજન ઘટાડવું જોઈએ અને ભજન વધારવું જોઈએ. વજન ઘટે તો શારીરીક સમસ્યાઓ ઘટશે અને ભજન વધશે તો ભગવાનનું સુખ પ્રાપ્ત થવાથી સુખ શાંતિની પ્રાપ્તિ થશે.