હૈદરાબાદ સ્થિત શ્રી ગુજરાતી વિદ્યા મંદિર હાઈ સ્કૂલ નાં ૧૯૭૪ બેચ નાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતપોતાનાં જીવનસાથીઓ સાથે એક બીજા ને ૪૨ વર્ષે મળ્યાં હતાં. એ પછી પાછું લોક ડાઉન
આવ્યું હતું. એ પછી એમાંના અમુક ભૂતપૂર્વ
વિદ્યાર્થીઓ પોતપોતાનાં જીવનસાથીઓ
સાથે પૂર્વ નિર્ધારિત સ્થળે
અને સમયે મળે છે. પ્રસ્તુત છે સૌની નામાવલી :-
મયૂરભાઈ /ભાવનાભાભી પુરોહિત,
ભરતભાઈ/ગીતાભાભી જસાણી,
ચંદાબેન/બહેરામજી પટેલ,
કિશોરભાઈ / રશ્મિકાભાભી
શાહ,
હરિશભાઈ /પ્રિતીભાભી શાહ,
રાજેશભાઈ / નિષાભાભી
શાહ,
રશ્મિબેન /રાજનજી શાહ,
સુનીલભાઈ / સુનંદાભાભી
શાહ,
સ્નેહલભાઈ/સ્વાતિભાભી
શાહ,
સુરેશભાઈ / સુપ્રિયાભાભી
શાહ,
સુધીરભાઈ / સુચિત્રાભાભી
પંડયા
અને
શૈલેષભાઈ કિનારીવાલા.
આટલાં લોકો નિયમિત રીતે મળે છે. સૌ સાથે મળી ને આનંદ – પ્રમોદ કરે છે. સૌ
એકબીજા ને સુખ-દુઃખ માં સાથ આપે છે.
ગ્રુપ માં સૌ ભેગા થવાનાં હોય ત્યારે જે કોઈ ન આવી શકવાનાં હોય તેઓ સૌ
અગાઉ થી જાણ
કરે છે. લગભગ તો સૌ પૂર્વ નિર્ધારિત સમયે અને સ્થળે હોટલમાં જ મળે છે. સૌ સાથે મળીને બિલ ની
ચુકવણી કરે છે.
સૌ એટલાં પ્રસન્ન અને પ્રફુલ્લિત થઈ જાય છે કે એવું જ લાગે છે કે જાણે સૌ પાછાં
પોતાનાં જીવનકાળ નાં સુવર્ણ યુગ સમા
વિદ્યાર્થી જીવન માં પ્રવેશી જાય છે.
“મૈત્રી ભાવ નું પવિત્ર ઝરણું મુજ હ્રદયમાં માં સદા વહ્યાં કરે…”
મુજબ સૌ એકબીજા ને સારી હૂંફ આપે છે. ઉંમર નાં એક પડાવ પછી
મિત્રતા એક અદ્ભુત ઔષધિ છે.
છેલ્લે સૌ મિત્રો ૧૦ ડિસેમ્બર નાં રોજ ભેગા થયાં હતાં. ફોટાંઓ સાથે સંલગ્ન છે.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૧૬/૧૨/૨૦૨૩.