શેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે’
સેન્સેક્સ-નિફ્ટી ધડામ
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ રહ્યું હતું. આજે ટ્રેડિંગ સેશનના અંતે BSE સેન્સેક્સ 609 પોઈન્ટ ઘટીને 73730 અંક પર બંધ રહ્યો જ્યારે NSEનો નિફ્ટી સૂચકાંક 150 અંક ઘટીને 22419 અંક પર બંધ રહ્યો હતો. બેંક નિફ્ટીમાં પણ આજે મોટો ઘટાડો જોવા મળ્યો. ટ્રેડિંગ સેશનના અંતે બેંક નિફ્ટી 293 પોઈન્ટના ઘટાડા સાથે 48201 અંક પર બંધ રહી હતી.