સીમ કાર્ડ માં બાયોમેટ્રિક ફરજિયાત :
સરકારે ટેલિકોમ સેક્ટરમાં કરી મોટી જાહેરાત . સિમ વેચનારા ડીલરો માટે પોલીસ અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે જથ્થાબંધ ખરીદીની વ્યવસ્થાને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં સિમ કાર્ડની છેતરપિંડી રોકવા માટે સરકારે ભર્યું એક મોટું પગલું . સિમ વેચનારા ડીલરો માટે પોલીસ અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે જથ્થાબંધ સિમ ખરીદવાની સિસ્ટમ બંધ થઈ જશે. તેની જગ્યાએ બિઝનેસ કનેક્શનનો કોન્સેપ્ટ આવશે. આમાં કોઈપણ બિઝનેસ ગ્રુપ, કોર્પોરેટ કે ઈવેન્ટ માટે સિમ ખરીદવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં કંપનીઓના રજીસ્ટ્રેશનના આધારે સિમ આપવામાં આવશે. જો કોઈ કંપની જથ્થાબંધ સિમ ખરીદે છે, તો તેમાં વ્યક્તિનું KYC પણ કરવું પડશે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે આ માહિતી આપી હતી.
ટેલિકોમ મંત્રી એ કરિયા સાવચેત :
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સિમ વેચતા ડીલરોની મોટી બેદરકારી સામે આવી છે. તેમનો રસ માત્ર સિમ વેચવા પર છે. તેના નિયંત્રણ માટે ડીલરોનું બાયોમેટ્રિક અને પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. તમામ પીઓએસ ડીલરોનું રજીસ્ટ્રેશન પણ ફરજીયાતપણે કરવામાં આવી રહ્યું છે. જેણે પણ નકલી રીતે સિમ વેચ્યું છે, તેની જવાબદારી નક્કી કરી શકાય છે. વિગતવાર ચર્ચા બાદ સરકારે આ પગલું ભર્યું છે. સંચાર સાથી પોર્ટલ શરૂ થયા બાદ અમે 52 લાખ બોગસ કનેક્શન નિષ્ક્રિય કર્યા છે. 67 હજાર ડીલરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત, નોંધાયેલી 300 FIR માંથી ઘણી બધી સોલ્વ કરવામાં આવી છે.
સિમનો થઈ રહ્યો છે દુરુપયોગ :
લોકો જથ્થાબંધ સિમ ખરીદે છે પરંતુ તેનો 20% દુરુપયોગ થાય છે. આ સાયબર ફ્રોડ તરફ દોરી જાય છે. વિગતવાર અભ્યાસ કર્યા બાદ જથ્થાબંધ ખરીદીની પ્રણાલી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની જગ્યાએ બિઝનેસ કનેક્શનનો કોન્સેપ્ટ આવશે. આમાં કોઈપણ બિઝનેસ ગ્રુપ, કોર્પોરેટ કે ઈવેન્ટ માટે વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં રજીસ્ટ્રેશનના આધારે સિમ આપવામાં આવશે. જો કોઈ કંપની જથ્થાબંધ સિમ ખરીદે છે, તો તેમાં વપરાશ કરતાં વ્યક્તિનું KYC પણ કરવું પડશે.
નિયમ ભંગ કરનાર ને થસે 10 લાખનો દંડ :
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું, હવે અમે છેતરપિંડી રોકવા માટે સિમ ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા ડીલરોને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તેમણે કહ્યું કે 10 લાખ સિમ ડીલરો છે અને તેમને પોલીસ વેરિફિકેશન માટે પૂરતો સમય આપવામાં આવશે. વધુમાં મંત્રીએ કહ્યું કે DoT એ બલ્ક કનેક્શન્સની જોગવાઈ પણ બંધ કરી દીધી છે અને તેના બદલે બિઝનેસ કનેક્શનનો નવો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ સિવાય બિઝનેસનું કેવાયસી, સિમ લેનાર વ્યક્તિનું કેવાયસી પણ કરવામાં આવશે.