આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે નોટોનો વરસાદ વરસાવ્યો!

કુંવરપરા ગામે લગ્ન પ્રસંગમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના ઠુંમકા.

વરરાજાને ખભે રાખી નાચતા ધારાસભ્ય

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે નોટોનો વરસાદ વરસાવ્યો!

રાજપીપલા, તા15

કુંવરપરા ગામે લગ્ન પ્રસંગમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ ઠુંમકા માર્યાહતાં.અને વરરાજાને ખભે રાખી ધારાસભ્યમસ્તીથી નાચતા જોવા મળ્યાં હતાં.તો
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે નોટોનો વરસાદ વરસાવ્યો હતો.

ડેડીયાપાડા પાર્ટીના ધારાસભ્ય વસાવા આમ તો આદિવાસીઓના લગ્ન પ્રસંગોમાં હાજરી આપતા હોય છે પણ પણ આદિવાસી સમાજના નૃત્ય રિવાજો વગેરે કાર્યક્રમમાં પણ ભાગ લેતા હોય છે.
તાજેતરમાં નાલંદ તાલુકાના કુવારપરા ગામ ખાતે નર્મદા જિલ્લાનાઆમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઇ વસાવાના ભાઈના લગ્ન પ્રસંગમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજરી આપવાં આવ્યા હતાં. ત્યારે વરરાજાને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા પછી જાનૈયાઓ સાથે ખભે ખભા મિલાવી નાચ્યાં હતાં. અને વરરાજાને પોતાના ખભા પર બેસાડી પોતે પણ ઠુંમકા લીધા હતાં. તો નર્મદા જિલ્લાનાઆમ આદમી પાર્ટીનક પ્રમુખે તો નોટોનો વરસાદ વરસાવ્યો હતો.
ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જાનૈયાઓ, ગ્રામજનો સાથે ખભા ખભેમિલાવી નાચ્યાં હતાં.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

2 thoughts on “આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે નોટોનો વરસાદ વરસાવ્યો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *