BREAKING: અમદાવાદમાં આગનો બનાવ
ગુરુકુળ વિસ્તારમાં સુભાષચોક પાસે આવેલ પૂર્વી ટાવરના નવમા માળે આગ લાગ્યાની ઘટના બની છે. ઘટનાનું કારણ ગેસનો બાટલો ફાટવાનું કે એસીમાં બ્લાસ્ટ થવાનું અનુમાન છે. ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટના સ્થળે છે આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ છે.