સંગીત અને સંસ્કૃતિને સમર્પિત ભવ્ય સૈયર ગરબા મહોત્સવ

અમદાવાદ
સંજીવ રાજપૂત

સંગીત અને સંસ્કૃતિને સમર્પિત ભવ્ય સૈયર ગરબા મહોત્સવ

અમદાવાદ ખાતે ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને સમર્પિત ભવ્ય ગરબા મહોત્સવ સૈયર 2025નું આયોજન કરાશે. જેમાં ઓસ્માન મીર, આમિર મીર, અઘોરી મ્યુઝિક, પૂજા કલ્યાણી, શિવમ બારોટ અને પિયુષ ગઢવી જેવા કલાકારો સાથે બીજા ઘણા જાણીતા ગાયક-ગાયિકા પણ પોતાના અંદાજમાં ગરબાની રમઝટ બોલાવશે

આ વર્ષે નવરાત્રિના ઉત્સવમાં “સૈયર 2025” , અનોખા આયોજનો સાથે અમદાવાદના ગરબા ઉત્સવમાં નવી દિશા રચવા જઈ રહ્યું છે. ગરબા અને મંડળી ગરબા સાથે પરંપરાને આધુનિક ઢબમાં રજૂ કરતી આ ભવ્ય ઇવેન્ટ દરેક ઉંમરના લોકો માટે નવરાત્રિને એક યાદગાર અનુભૂતિમાં પરિવર્તિત કરશે .. અહીં સંગીત, નૃત્ય અને સંસ્કૃતિનું અનોખું મિલન જોવા મળશે. મંત્રા ઈવેન્ટ્સ અને દ્વિજા ઈવેન્ટ્સ દ્વારા આયોજિત “સૈયર 2025″નું તમામ મેનેજમેન્ટ ગરબા આયોજક રોનક મકવાણા અને દેવાંશુ વસાવા સંભાળી રહ્યાં છે. આ ગરબાની જાહેરાત પ્રસંગે મુખ્ય આયોજકો સાથે જૈનમ દાવડા, ચેતન પ્રજાપતિ અને વત્સલ નાયક ઉપસ્થિત રહ્યાં હતા અને ગરબા અંગે માહિતી આપી હતી.

આ ગરબાનું આયોજન 21મી સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી અમદાવાદ ક્રિકેટ સેન્ટર, એસપી રિંગ રોડ ખાતે કરવામાં આવ્યું છે, જે લગભગ 1,40,000 સ્કવેર ફૂટના વિશાળ ક્ષેત્રફળમાં વિસ્તરાયેલું છે. લાઇટિંગ અને આધુનિક સુવિધાઓ સાથે આ સ્થળ દર્શકોને સંપૂર્ણ ઉત્સવમય વાતાવરણ આપશે. અહીં, દરરોજ સાંજે 7-30 વાગ્યાથી મધરાત્રી 12-30 વાગ્યા સુધી ગરબા અને ત્યારબાદ મંડળીના ગરબાનું આયોજન કરવામાં આવશે. જેમાં, ઢોલ અને શરણાઈના ખેલૈયાઓ ઝૂમી ઉઠશે.

આ મહોત્સવમાં પ્રખ્યાત કલાકારોની હાજરી વિશેષ આકર્ષણ રહેશે. પ્રી-નવરાત્રિમાં પ્રખ્યાત સિંગર પૂજા કલ્યાણીના અવાજમાં ગરબાની રમઝટ જામશે., જ્યારે નવરાત્રિના વિવિધ દિવસોમાં નરેન્દ્ર રાવ અને કીર્તિ રાવ, પ્રીતી પટેલ, શિવમ બારોટ, સીતા રબારી, ઓસ્માન અને આમીર મિર, અનિતા રાણા, પિયુષ ગઢવી અને અઘોરી મ્યુઝિક જેવા જાણીતા કલાકારો પોતાના સૂર અને સંગીતથી ગરબાપ્રેમીઓને ઝૂમાવશે.