પીએમ માટે કિન્નર સમાજ દ્વારા રાજસૂય યજ્ઞ કરાશે.

અમદાવાદ
સંજીવ રાજપૂત

પીએમ માટે કિન્નર સમાજ દ્વારા રાજસૂય યજ્ઞ કરાશે.

અમદાવાદ માં પુનઃસંસ્કાર ફાઉન્ડેશનના બેનર હેઠળ આયોજન કિન્નર સમાજ કરશે ઐતિહાસિક રાજસૂય યજ્ઞ, “એક આહુતિ મોદી કે નામ” સૂત્ર આપ્યું છે. બ્રાહ્મણો દ્વારા પૂજા-પાઠ કરી યજ્ઞનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

દેશના ઇતિહાસમાં પહેલીવાર કિન્નર સમાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય, વિશ્વશાંતિ, અખંડ ભારત અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે ભવ્ય રાજસૂય યજ્ઞનું આયોજન કરવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક યજ્ઞ પુનઃસંસ્કાર ફાઉન્ડેશનના બેનર હેઠળ આ યજ્ઞ 26 ઓક્ટોબર થી શરૂ થઈને દોઢ મહિના સુધી ચાલશે. આ કાર્યક્રમ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ ખોડલધામ ખાતે કરવામાં આવશે, જ્યાં તાજેતરમાં જ વડાપ્રધાનની સભા યોજાઈ હતી. 17મી તારીખે અમદાવાદના એએમએ ખાતે બ્રાહ્મણો દ્વારા પૂજન-પાઠ થયું  અને કિન્નર, સ્ત્રી-પુરુષ પ્રતિનિધિઓ એ સંકલ્પ લીધા. આ રાજસૂય યજ્ઞનું વર્ણન ઋગ્વેદમાં જોવા મળે છે તે સમયમાં રાજાઓ પોતાના સામ્રાજ્યની સુખ-શાંતિ, અખંડતા અને સ્થિરતાના આશીર્વાદ માટે આ યજ્ઞ કરતા. આ સંકલ્પ પ્રસંગે કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજય દાસજી, ફાઉન્ડેશનના ટ્રસ્ટી ગૌરવ તિવારી, પ્રખ્યાત ધાર્મિક વિચારક અરવિંદ નાગર ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા.

આ વૈભવી આયોજન અંતર્ગત આ યજ્ઞ માટે લગભગ 12 એકર વિસ્તારમાં ભવ્ય યજ્ઞશાળા ઉભી કરવામાં આવશે, જેમાં દેશભરના હજારો કિન્નરો ભાગ લેવા અમદાવાદ પધારશે. નવરાત્રી પૂર્ણ થયા બાદ યજ્ઞશાળા ના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવશે, જે આ ઐતિહાસિક યજ્ઞના ભવ્ય સ્વરૂપને દર્શાવશે.

આ ઐતિહાસિક યજ્ઞમા દેશના વિવિધ કિન્નર અખાડાઓના પ્રતિનિધિઓએ પણ પોતાની ઉપસ્થિતિ દાખવી છે જેમાં શ્રી શ્રી ૧૦૦૮ કિન્નર મહામંડલેશ્વર સાધ્વી સૌમ્ય આખી દીદી જી, કિન્નર મહામંડલેશ્વર સાંજના સખીજી, રોઝી બારોલીયા – જયપુર રાજસ્થાન પ્રદેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર, ટીના ગ્રેવાલ હરિયાણાથી, અનુષ્કા વિશ્વકર્મા છાતીસગઢ, માનવી વૈષ્ણવી – વડોદરા, કિન્નર મહામંડલેશ્વર શોભા માઈ મંડી હિમાચલ પ્રદેશ, બબલી માઈ નોઇડા ઉત્તર પ્રદેશ, નેહા ચૌધરી હિમાચલ પ્રદેશ થી, તબુ માઈ સુરત ગુજરાતથી જોડવાના છે.

બાઈટ