અમદાવાદ
સંજીવ રાજપૂત
દીવાલ ધરાશાયી થતા એકનું મોત
અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં દીવાલ ધરાયશી થતા એક વ્યક્તિનું મૌત.
અમદાવાદ ખાતે શ્રીનાથ AMTS ડેપો, રેલવે લાઈન, આનંદ નગર રોડ, નવા વાડજ ખાતે સવારે દીવાલ ધરાયશી થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મૌત થયું છે. મરનારનું નામ પિયુષ રામજીભાઈ ભરવાડ ઉમર 30 જાણવા મળેલ છે. ઘટનાની જાણ થતાં વાડજ પોલીસ, ફાયર વિભાગ અને ધારાસભ્ય જીતુભાઇ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોનો એએમસી ઉપર આક્ષેપ છે કે આ બાબતે રજુઆત કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું અને તેમની બેદરકારીને લીધે એક વ્યક્તિનું મૌત થયું છે.