અમદાવાદ
સંજીવ રાજપૂત
ઝીવા જવેલરીની શરૂઆત
અમદાવાદમાં “ઝીવા” એ નવા જ્વેલરી શોરૂમના લોન્ચિંગ સાથે પોતાની કામગીરીની નવી શરૂઆત કરી.
શહેરના જ્વેલરી માર્કેટમાં એક નવી ઉમંગ ઉમેરવા માટે, “ઝીવા” દ્વારા અમદાવાદમાં પોતાના નવા શોરૂમની શરૂઆત કરવામાં આવી છે. 25 વર્ષથી અમદાવાદમાં સફળતાપૂર્વક હોલસેલ જ્વેલરી બિઝનેસની સાથે હવે ગ્રાહકોને રિટેઇલ સ્તરે સીધો લાભ મળે તે માટે આ નવો શોરૂમ શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં સી. જી.રોડ ખાતે આ શો રૂમના લોન્ચ પ્રસંગે ઝીવા શોરૂમ તરફથી અક્ષય મહેતા, મીત મહેતા અને અંકુશ શાહ ઉપસ્થિત રહ્યાં હતા.
આ શોરૂમમાં બ્રાઇડલ કલેકશન, એક્સક્લુઝિવ સિલ્વર કલેકશન, પોલકી જ્વેલરી તેમજ લેબગ્રાઉન ડાયમંડ કલેકશન જેવી અનોખી અને આકર્ષક શ્રેણીઓ રજૂ કરવામાં આવી છે.
ખાસ કરીને આજકાલના નવા ટ્રેન્ડ્સ જેમ કે હેરિટેજ અને પોલકી કલેકશનનો સમાવેશ કરીને ગ્રાહકોને વિશેષ પસંદગી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજના યુવાનોની પસંદને ધ્યાનમાં રાખીને 14 કેરેટ અને 18 કેરેટમાં લાઈટ વેઇટ ડિઝાઇન્સ રજૂ કરવામાં આવી છે, જે સ્ટાઇલિશ હોવા સાથે રોજિંદા ઉપયોગ માટે પણ અનુકૂળ છે.