અમદાવાદ
સંજીવ રાજપૂત
ભારતની નંબર એક જોડી સાથે બાળકોના ગરબા
ભારતની નં. 1 કિડ્ઝ જોડી, નિક્સ ચિકુ અને બંટી અમદાવાદ ખાતે બાળકો સાથે ભવ્ય ગરબા નાઇટમાં જોડાયા!
અમદાવાદની નવરાત્રિ હંમેશા ખાસ હોય છે, પરંતુ ચાલુ વર્ષ શહેરમાં તેની ઉજવણીએ મોટુ અને વધુ ઉજાસવાળું સ્વરૂપ લીધુ છે કેમ કે નિક્સના અત્યંત લોકપ્રિય જોડી ચિકુ અને બંટી કે જે સતત ત્રણ વર્ષથી ભારતના નંબર કિડ્ઝ શોના કેરેક્ટર છે તેઓ પણ આ ભવ્ય તહેવારમાં જોડાયા હતા. આ જોડી તેમની ટ્રેડમાર્ક ઉર્જાને ડાન્સના ફ્લોર પર લાવ્યા છે, તે રીતે ઉજવણી કરવા આવેલા 1000 વધુ પરિવારો માટે સાંજને ભૂલી ન શકાય તેવી બનાવી હતી.
કર્ણાવતી કલબ ખાતે બાળકો સાથે દાંડિયાના ચાલથી લઈને ડાન્સ ફ્લોર પર જતા માતાપિતાને ઉત્સાહિત કરવા સુધી, આ જોડીએ બાળકો ભેટવા માટે દોડી આવ્યા હતા, પરિવારો ફોટા માટે લાઇનમાં ઉભા રહ્યા અને દરેક વળાંક પર બાળકો પર સ્મિત ફેલાઈ ગયું હતું.
પ્રિય પાત્રોને ટીવી સ્ક્રીન પરથી બહાર કાઢીને અને વાસ્તવિક જીવનમાં લાવીને, ચેનલ તહેવારોને વધુ તેજસ્વી, મોટા અને અવિસ્મરણીય બનાવવાનું ચાલુ રાખે છે જે સાબિત કરે છે કે નિક ભારતનો સૌથી પ્રિય બાળકો અને કૌટુંબિક બ્રાન્ડ કેમ છે.